હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મમતા બેનરજીને રાજયપાલે આપ્યો ઝાટકો : ‘અપરાજિતા' બિલ રોકયું : ગણાવી ઘણી ખામીઓ
આંધ્ર - મહારાષ્ટ્ર - અરૂણાચલ પ્રદેશની નકલ છે : રાજયપાલ

કોલકતા, તા.૬: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝે મોટો ઝટકો આપ્યો છે. રાજ્યપાલે અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ ૨૦૨૪ રોકી દીધું છે, જેમાં બળાત્કારના આરોપીઓને ૧૦ દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ છે. રાજભવન દ્વારા ગુરુવારે (૫ સપ્ટેમ્બર) જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બિલમાં ઘણી ખામીઓ છે. ઉપરાંત આ બિલ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશની નકલ છે. આવા બિલો પહેલાથી જ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. મમતા લોકોને છેતરવા માટે વિરોધ કરી રહી છે. મમતા સરકારે બિલની સાથે ટેકનિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્રિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્રિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્રિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં.
ગુરુવારે (૫ સપ્ટેમ્બર) રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ આનંદ બોઝ મમતા સરકારના આ વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓને લગતા આ બિલને લઈને કોઈ તૈયારી કરી નથી.
મમતા સરકાર ભૂતકાળમાં પણ આવું કરતી રહી છે. અગાઉ પણ મમતા સરકારે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઘણા બિલોના ટેકનિકલ રિપોર્ટ રાજભવનને મોકલ્યા ન હતા, જેના કારણે આ બિલો પેન્ડિંગ થઈ ગયા હતા. પાછળથી મમતા સરકારે આ માટે રાજભવનને જવાબદાર ઠેરવ્યું. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બળાત્કારપ્રહત્યા બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે બાદ રાજ્ય સરકારે ૩ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું.
આ બિલ મુજબ પોલીસે રેપ કેસની તપાસ ૨૧ દિવસમાં પૂરી કરવાની હોય છે. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું. અહીંથી પસાર થયા બાદ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. અહીંથી મંજૂરીની મહોર મળ્યા બાદ જ આ બિલ કાયદામાં પરિવર્તિત થશે.
રાજ્યપાલ આનંદ બોઝે આ બિલને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું કે આવા બિલ પહેલાથી જ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. લોકોને છેતરવા માટે મમતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
