<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

દેશનાં સૌથી ગરીબ ઉમેદવાર છે ભાજપના રવિન્‍દ્ર રૈના : માત્ર ૧૦૦૦ની રોકડ : સંપત્તિ છે જ નહિ

જમ્‍મુ કાશ્‍મીરના નૌશેરાથી ચૂંટણી લડી રહ્યા છે

શ્રીનગર, તા.૬: જમ્‍મુ અને કાશ્‍મીરના નૌશેરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રવિન્‍દ્ર રૈના કદાચ દેશના સૌથી ગરીબ ઉમેદવાર છે. રસ-દ વાત એ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં જમ્‍મુ-કાશ્‍મીરના મોટાભાગના નેતાઓની સંપત્તિ બમણી થઈ ગઈ છે, જ્‍યારે રૈના પહેલા કરતા વધુ ગરીબ થઈ ગયા છે. રવીન્‍દ્ર રૈનાએ ૨૦૧૪ની ચૂંટણીમાં આપેલી એફિડેવિટ મુજબ, તેમની પાસે ૨૦,૦૦૦ રૂપિયા રોકડા અને ૧,૦૦૦ રૂપિયા તેમના બચત ખાતામાં હતા. રૈના સામે કોઈ ફોજદારી કેસ નથી. તેને કોઈપણ કેસમાં આરોપી કે દોષિત ઠેરવવામાં આવ્‍યો નથી.

હવે તેણે જે એફિડેવિટ દાખલ કરી છે તે મુજબ રવિન્‍દ્ર રૈના પાસે માત્ર ૧૦૦૦ રૂપિયા રોકડા છે. આ રીતે, ૨૦૧૪ની સરખામણીમાં, તેમની પાસે ૨૦,૦૦૦ રૂપિયાની ખોટ છે. રવિન્‍દ્ર રૈના ઉર્ફે રવિન્‍દ્ર કુમાર શર્મા રાજૌરીના નૌશેરાનો રહેવાસી છે. તેણે પોતાના સોગંદનામામાં જણાવ્‍યું છે કે તેની પાસે માત્ર ૧૦૦૦ રૂપિયા રોકડા છે અને કોઈ વાહન નથી. આ ઉપરાંત ઘરેણાં, ખેતીની જમીન, વડીલોપાર્જિત મિલકત, બિનખેતીની જમીન અને અન્‍ય નાણાકીય અને આવાસ સંપત્તિ પણ તેમના નામે નથી. રૈનાએ જણાવ્‍યું છે કે તેમનું જમ્‍મુના ગાંધી નગરમાં સરકારી રહેઠાણ છે. જ્‍યારે તેઓ ૨૦૧૪માં ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા ત્‍યારે તેમને આ ફાળવણી કરવામાં આવી હતી.

રવીન્‍દ્ર રૈના પાસે વીજળી, ફોન કે પાણીના બિલો બાકી નથી. વિજ્ઞાન તાાતક રવિન્‍દ્ર રૈનાએ માનવ અધિકાર અને ફરજ શિક્ષણમાં ડિપ્‍લોમા પણ કર્યો છે. રવીન્‍દ્ર રૈના જમ્‍મુ-કાશ્‍મીરમાં ભાજપના ટોચના નેતાઓમાંના એક છે અને તેઓ હાલમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર સંભાળી રહ્યા છે. આક્રમક વલણ માટે પ્રખ્‍યાત રવિન્‍દ્ર રૈનાનો જન્‍મ નૌશેરાના એક પહારી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૦૧૭થી જમ્‍મુ-કાશ્‍મીરમાં ભાજપના અધ્‍યક્ષ છે. ભાજપ પહેલા તેઓ આરએસએસમાં સક્રિય હતા. રૈના ૨૦૧૪માં નાનુશેરા વિધાનસભા સીટ પરથી ૩૭,૩૭૪ વોટ મેળવીને જીત્‍યા હતા. તેમણે પીડીપીના સુરિન્‍દર ચૌધરીને ૯,૫૦૩ મતોથી હરાવ્‍યા હતા.(

(12:19 PM IST)