હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અલ્ટ્રા લકઝરી ઘરોના વેચાણમાં મુંબઈ ટોચ પર : ૨૨૦૦ કરોડના કુલ ૨૧ સોદા
માલેતુજારોનું મુંબઇ : ૯૦ ટકા અલ્ટ્રા લકઝુરિયસ ઘરોનું વેચાણ માયનગરીમાં મુંબઈમાં અત્યાર સુધીમાં વેચાયેલા ૨૨ અલ્ટ્રા લકઝરી હાઉસમાંથી ૯ એવા સોદા છે જેમાં દરેકની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ છે

નવી દિલ્હી, તા.૬: દેશભરમાં ઘરનું વેચાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. જેમાં આ વર્ષે ૨૦૨૪માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં દેશના ટોચના શહેરોમાં ૨૪૪૩ કરોડના અલ્ટ્રા લકઝરી ઘરોના સોદા થયા છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં મુંબઈ, હૈદરાબાદ, ગુરુગ્રામ અને બેંગલુરુમાં ૨૫ અલ્ટ્રા લકઝરી ઘરો વેચાયા છે. અલ્ટ્રા લકઝરી કેટેગરીમાં એવા ઘરો છે જેની કિંમત ૪૦ કરોડ રૂપિયાથી વધુ છે. -ોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનોરોક પ્રોપર્ટીએ તાજેતરમાં તેના રિપોર્ટમાં અલ્ટ્રા લકઝરી હોમ્સના સોદાનો ડેટા જાહેર કર્યો છે.
અલ્ટ્રા લકઝરી ઘરોના વેચાણની બાબતમાં મુંબઈ ટોચ પર છે. જેમાં ઓગસ્ટ ૨૦૨૪ સુધી મુંબઈમાં રૂપિયા ૨૨૦૦ કરોડના કુલ ૨૧ સોદા થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં વેચાયેલા ૨૨ અલ્ટ્રા લકઝરી હાઉસમાંથી ૯ એવા સોદા છે જેમાં દરેકની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ ૯ હોટ ડીલ્સમાંથી ૭ દક્ષિણ મધ્ય મુંબઈમાં, ૧ બાંદ્રામાં અને ૧ જુહુમાં થઈ છે. ૪૦ કરોડની સરેરાશ કિંમત ધરાવતા મકાનોમાં વાર્ષિક ૨ ટકા ની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ૧૦૦ કરોડ રૂપિયાની સરેરાશ કિંમત ધરાવતા મકાનોમાં વાર્ષિક ૧૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
અલ્ટ્રા લકઝરી ઘરોની બાબતમાં મુંબઈ ભલે દેશનું ટોચ છે. જ્યારે અત્યાર સુધીમાં વેચાયેલા ૨૫ અલ્ટ્રા લકઝરી ઘરોમાંથી ૨ સોદા હૈદરાબાદમાં કરવામાં આવ્યા છે. જેની કિંમત ૮૦ કરોડ છે ગુરુગ્રામ એ ફઘ્ય્નું એકમાત્ર શહેર છે જે અલ્ટ્રા લકઝરી પ્રોપર્ટીના સંદર્ભમાં ટોચ પર છે. ગુરુગ્રામમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ૯૫ કરોડનો ૧ સોદો થયો છે. જ્યારે IT સિટી બેંગલુરુમાં ૧ અલ્ટ્રા લકઝરી હાઉસ માટે પણ ડીલ કરવામાં આવી છે જેની કિંમત ૬૭.૫૦ કરોડ છે.
અલ્ટ્રા લકઝરી હોમ ડીલ્સ રિયલ એસ્ટેટમાં કિંમત પર મોટી અસર કરે છે. જો છેલ્લા ૩ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ૨૦૨૨માં આ સેગમેન્ટમાં ૧૧૭૦ કરોડ રૂપિયાના સોદા થયા હતા. જેમાં ૭૩૦ કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટ અને ૪૪૦ કરોડ રૂપિયાના બંગલા વેચાયા હતા. એક વર્ષ પછી એટલે કે ૨૦૨૩ માં આ આંકડો ૪ ગણાથી વધુ વધ્યો અને ૪૪૫૬ કરોડના સોદા થયા. જેમાં ૪૧૧૫ કરોડના એપાર્ટમેન્ટ્સ અને ૩૪૧ કરોડના બંગલા હતા. આ વર્ષના ૮ મહિનામાં એટલે કે ૨૦૨૪માં કુલ ૨૪૪૨ કરોડ રૂપિયાના સોદા થયા છે. જેમાં ૧૬૯૪ કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટ અને ૭૪૮ કરોડ રૂપિયાના બંગલાઓ છે.
એનારોકના ચેરમેન અલ્ટ્રા લકઝરી ઘરોના વેચાણ અંગે આશાવાદી છે તેઓ કહે છે કે, વર્ષ ૨૦૨૪માં ચાર મહિના બાકી છે અને તહેવારોના ત્રિમાસિક ગાળામાં ઓકટોબરથી ડિસેમ્બર આપણે વર્ષ પૂરું થાય તે પહેલાં આવી વધુ ડીલ જોઇશું.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ભારતમાં આમાંથી ૨૫ ઘરો રૂપિયા ૨,૪૪૩ કરોડની કિંમતે વેચાયા છે. તેમાંથી ૨૧ મુંબઈમાં હતા. એક ઘર દિલ્હી એનસીઆરમાં, બે હૈદરાબાદમાં અને એક બેંગલુરુમાં વેચાયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૩ માં, મુંબઈ, હૈદરાબાદ અને ગુરુગ્રામમાં ૬૧ અલ્ટ્રા-લકઝરી ઘરો વેચાયા હતા.જેની એકત્રિત કિંમત ૪,૪૫૬ કરોડ રૂપિયા હતી. આમાંથી ૫૬ જેટલા મુંબઈમાં, ચાર દિલ્હી NCRમાં અને એક હૈદરાબાદમાં વેચાયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
