<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

અમેરિકાના બેન્‍સેલમમાં સમર્પણ યુથ સેન્‍ટર માટે પ૧ લાખ એકત્ર

હાસ્‍ય કલાકાર જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં દાતાઓ વર્ર્ષી પડયા : ટ્રસ્‍ટી રાજેશ પટેલે દાખવી દરિયા દીલી

રાજકોટઃ  આજથી ઓગણત્રીસ વરસ પહેલાં બ્રહ્મલીન પૂજય કળષ્‍ણશંકર શાષાી એટલે કે પૂજય દાદા દ્રારા અમેરીકાના પેન્‍સિલવેનિયા રાજ્‍યના ફિલાડેલ્‍ફિયા શહેરમાં હિન્‍દુ સનાતન વૈદિક ધર્મ માટે તન-મન અને ધનથી સમર્પણનો સદભાવ ધરાવતાં શ્રદ્ધાળુઓ માટે સમર્પણ હિન્‍દુ મંદિરની સ્‍થાપના થઈ હતી. છેલ્લાં ઓગણત્રીસ વર્ષથી આ મંદિરમાં નિયમિત પૂજા-આરતી અને ઉત્‍સવ થાય છે. બે વર્ષ પૂર્વે, નવા સ્‍થળે, બેન્‍સેલમ શહેરમાં દેવ-દેવીઓના ભવ્‍ય મંદિર અને બેંક્‍વેટ હોલ તેમજ ભારતીયો માટે સમર્પણ મંદિર અને કમ્‍યૂનિટી સેન્‍ટરની શરૂઆત થઈ હતી. ગયા વરસે પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આ મંદિરમાં કથા કરી સમર્પણ યુથ સેન્‍ટરનું ભૂમિપૂજન કર્યું હતું. લાખો ડોલરના ખર્ચે તૈયાર થનાર આ યુથ સેન્‍ટર માટે ભંડોળ એકઠું કરવા માટે આ વરસે ઓગસ્‍ટમાં ભારતથી પધારેલા હાસ્‍યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. સમર્પણ હિન્‍દુ મંદિર કમિટીના શ્રી રાજેશ પટેલ ,શ્રી દીપક પટેલ,શ્રી પંકજ પટેલ,શ્રી આર. જે. પટેલ ,શ્રી ક્રિષ્‍મા પટેલ તેમજ શ્રી ગિરીશ સંઘવી દ્રારા નિસ્‍વાર્થભાવે અથાક મહેનત કરીને આ આયોજન સફળ કરવામાં આવ્‍યું હતું. જેમાં  ડો. જગદીંશ ત્રિવેદીએ પોતાને મળનાર પાંચ હજાર ડોલરનો પુરસ્‍કાર આ યુવા કેન્‍દ્રને અર્પણ કર્યો હતો. ત્‍યારબાદ એમની હદયસ્‍પર્શી વિનંતીથી લોકોએ ઉદાર હાથે દાન આપ્‍યું હતું. આ મંદિરના ટ્રસ્‍ટી શ્રી રાજેશભાઈ પટેલે લોકો પાસેથી જેટલાં રુપિયાનું દાન મળશે એટલાં જ બીજા પોતે એકલાં દાન આપશે એવી જાહેરાત કરતાં જાણે કે ડોલરનો વરસાદ થયો હતો અને માત્ર અડધા કલાકમાં આ કેન્‍દ્ર માટે સાઈઠ હજાર અમેરિકન ડોલર એટલે કે આશરે એકાવન લાખ રુપિયા એકત્ર થયા હતા.  આમ જગદીશ ત્રિવેદી અને સમર્પણ હિન્‍દુ મંદિરના આગેવાનોના સહિયારા પ્રયાસથી અમેરિકાના પેન્‍સિલવેનિયા રાજ્‍યના બેન્‍સેલમ શહેરમાં તમામ સુવિધાઓ સાથે સમર્પણ યુવા કેન્‍દ્રનું અધતન ભવન નિર્માણ પામશે

(3:27 PM IST)