<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કાશ્‍મીરમાં ખતરનાક સ્‍તર પર નશીલી દવાઓનું સંકટ :પણ કોઇ રાજકીય પક્ષોને તેની ચિંતા નથી

જમ્‍મુઃ જમ્‍મુ કાશ્‍મીરમાં નશીલી દવાઓનું સંકટ ખતરનાક સ્‍તરે પહોંચી ગયું છે. છેલ્લા ૪ વર્ષમાં ૬૫૬૪ કેસો નોંધાયા છે અને નશીલી દવાઓના ગુના હેઠળ ૯૪૦૦ થી વધારે લોકોની ધરપકડ કરાઇ છે.

પણ રાજકીય પક્ષો એક કહેવત અનુસાર, શાહમૃગની ભુમિકામાં દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ,નેશનલ કોન્‍ફરન્‍સ, પીડીપી કે ભાજપા સહિતના કોઇ પણ મુખ્‍ય પક્ષે વર્તમાન વિધાનસભા ચુંટણીમાં નશીલી દવાઓના જોખમને ખતમ કરવાને પોતાનો મુખ્‍ય એજન્‍ડા  નથી બનાવ્‍યો. આના બદલે રાજકીય બયાનબાજી જમ્‍મુ કાશ્‍મીર માટે ખાસ દરજજો રાજયના દરજજો ફરીથી આપવાની આજુબાજુ ચાલી રહી છે.

કાયદાકીય એજન્‍સીઓના આંકડાઓ દર્શાવે છે. કે નશીલી દવાઓ સંબંધિત કેસોમાં ભારે વધારો થયો છે. ૨૦૨૧માં ૧૬૮૧ કેસ નોધાયા હતા જેમાં ૨૫૦૦ ધરપકડ થઇ, જયારે ૨૦૨૨માં ૧૬૯૩ કેસ માં ૨૪૦૦ ધરપકડો થઇ હતી. ૨૦૨૩-૨૪ માં આ આંકડો વધીને ૩૧૯૦ કેસ અને ૪૫૦૦ ધરપકડો પર પહોંચ્‍યો હતો.

ઓફિશ્‍યલ આંકડાઓ અનુસાર ગત વર્ષેમાં હેરોઇનની જપ્‍તી વધી છે. ૨૦૨૦ માં ૧૨૮ કીલો હેરોઇન જપ્‍ત થયું હતું, ત્‍યાર પછી ૨૦૨૧ માં ૧૯૮ કીલો, ૨૦૨૨માં ૨૧૨ કીલો અને ૨૦૨૩માં ૨૦૦ કિલો હેરોઇન જપ્‍ત થયું હતું છેલ્લા ૪ વર્ષોમાં ઝડપાયેલા કુલ હેરોઇનની કિંમત લગભગ ૩૦, ૦૦૦ કરોડ રૂપિયા છે.

(4:25 PM IST)