હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
ઉજ્જૈન અને સિદ્ધાર્થનગરમાં મહિલાઓ પરની ક્રૂરતા માનવતા પર કલંક છેઃ રાહુલ ગાંધી
તેમના પરિવાર પ્રત્યેનું વલણ તંત્રની ક્રૂરતાનો પુરાવો છે અને દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે

નવી દિલ્હી : કોલકતામાં તાલીમાર્થી ડોકટરના રેપ -મર્ડર કેસ બાદ ઉજાઈં અને સિદ્ધાર્થનગરમાં મહિલા સાથેની બર્બરતા મામલે રાજકારણ ગરમાયુ છે, આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉજ્જૈન અને સિદ્ધાર્થનગરમાં મહિલાઓ પરની ક્રૂરતા માનવતા પર ડાઘ છે. તેમના પરિવાર પ્રત્યેનું વલણ તંત્રની ક્રૂરતાનો પુરાવો છે અને દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રચાર લક્ષી સરકારોએ પોતાની ખોટી છબી ઉભી કરવા માટે એક અસંવેદનશીલ પ્રણાલીને જન્મ આપ્યો છે, જેનો સૌથી વધુ ભોગ મહિલાઓ બની રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
