હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
હાથરસમાં મોટો અકસ્માત : બસ અને લોડિંગ વાહન વચ્ચે જોરદાર ટક્કર:12 લોકોના મોત: અનેક ઘાયલ :જુઓ વિડીયો
રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી:ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા :ગંભીર રીતે ઘાયલોને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કરાયા

ઉત્તર પ્રદેશના હાથરસમાં બસ અને લોડિંગ વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલોને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હાથરસ જિલ્લાના હાથરસ આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂસ કા નાગલા બાયપાસ પર મીતાઈ ગામ પાસે આ અકસ્માત થયો હતો. અહીં રોડવેઝની બસ અને મેજિક લોડીંગ વાહન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 16 લોકો ઘાયલ થયા હતા જ્યારે 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
