<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વૈશ્વિક સંકેત વચ્ચે કિંમતી ધાતુના ભાવમાં સુધારો :સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો

યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો :આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા

નવી દિલ્હી : વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.

 સોના અને ચાંદીના ભાવમાં રાષ્ટ્રીય રાજધાની ખાતે તેજી જોવા મળી છે. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 100 વધીને રૂપિયા 74,200 થયા છે.

જ્યારે દિલ્હી ચાંદીનો ભાવ રૂપિયા 1,200 ઉછળી 84,600 થયા છે. જોકે અમદાવાદ ખાતે બુલિયન માર્કેટમાં સાંકડી વધઘટ રહી છે. અમદાવાદ ખાતે સોનામાં રૂપિયા 100નો વધારો થયો છે જ્યારે ચાંદી રૂપિયા 500 તૂટી છે.

વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 100 વધી રૂપિયા 74,300 અને સોનું (99.5) રૂપિયા 100 વધી રૂપિયા 74,100 રહ્યા હતા. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડીને રૂપિયા 84,000 રહ્યા છે.

(9:20 PM IST)