<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વિદેશી રોકાણ આકર્ષિત કરનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે:જાણો ગુજરાત કયાં સ્થાને ?

દિલ્હી રૂપિયા 10,788 કરોડના FDI સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે તેલંગાણા રૂપિયા 9,023 કરોડ સાથે ચોથાક્રમે

નવી દિલ્હી :વર્તમાન નાણાકીય વર્ષ 2024-2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દરમિયાન પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ (FDI) આકર્ષિત કરવામાં મહારાષ્ટ્ર મોખરાના સ્થાને રહ્યું છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)ની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર નંબર એક પર જળવાઈ રહ્યું છે. એપ્રિલથી જૂન 2024-25ના પ્રથમ ત્રિમાસક ગાળામાં મહારાષ્ટ્રએ રૂપિયા 70,795 કરોડનું FDI હાંસલ કર્યું હતું. જ્યારે કર્ણાટક રૂપિયા 19,059 કરોડ સાથે બીજા સ્થાન પર રહ્યું છે.

આ ઉપરાંત દિલ્હી રૂપિયા 10,788 કરોડના FDI સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે તેલંગાણા રૂપિયા 9,023 કરોડ સાથે ચોથા અને ગુજરાત રૂપિયા 8,508 કરોડ સાથે પાંચમા સ્થાને રહ્યું છે.

તમિલનાડુ રૂપિયા 5,818 કરોડ રોકાણ સાથે છઠ્ઠા સ્થાને છે.

દેવેન્દ્ર ફડણવીસે આ અંગે માહિતી આપતા કહ્યું છે કે દેશમાં સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન કુલ રૂપિયા 1,34,959 કરોડનું રોકાણ આવ્યું છે, જે પૈકી એકલા મહારાષ્ટ્રમાં રૂપિયા 70,795 કરોડ રોકાણ આવ્યું છે.

આમ મહારાષ્ટ્રમાં કુલ રોકાણ પૈકી 52.46 ટકા રોકાણ આવ્યું છે

(9:56 PM IST)