હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઇના માટુંગા વિસ્તારના પીઆઇ વતી ૧૦ લાખની લાંચ લેતા રાજકોટનાં શખ્સ જયમીન સાવલિયાને રાજકોટના એસીબી મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગરના પીઆઇ આર એન. વિરાણી દ્વારા ઝડપી લેવાયો છે.
લાંચ લેતા રેસકોર્ષ નજીકના ટી પોસ્ટ પાસેથી પકડવામાં આવેલ :એસીબી વડા શમશેરસિંઘનાં નેતૃત્વમાં વધુ એક મોટી સફળતા મળી

રાજકોટ : મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈનો વચેટીયો રાજકોટમાં 10 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં સપડાયો છે દીગંબર.એ.પાગર (પોલીસ ઈન્સપેક્ટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈ શહેર. મહારાષ્ટ્ર ) એ જયમીન સાંવલિયા નામના વચેટિયા મારફત લાંચની રકમ ટી પોસ્ટ ચાની દુકાન, રેસકોર્સ, રાજકોટ. ખાતે સ્વીકારતા ઝડપાયો છે
માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈ મા પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા હોય માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ગુન્હા અન્વયે રાજકોટ ખાતે રહેતા આ કામના ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ. જે કામે આ કામના ફરિયાદીનો આરોપી જયમીન સાવલિયાએ આરોપી દિગમ્બર એ પાગરના કહેવાથી સામેથી સંપર્ક કરતા જણાવેલ કે તમોને નોટીસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે અને આરોપી જયમીનએ આરોપી દિગંબર પાગરનાઓ સાથે આ કામના ફરીયાદીનો સંપર્ક કરાવતા આરોપી દિગમ્બર [પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવા ૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) રુપીયા ની માંગણી કરી તે રુપયા આરોપી જયમીન સાવલિયાને આપવા જણાવેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ એસીબીનો સંપર્ક કરેલ , ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના ફરીયાદી પાસેથી જયમીન સાવલીયાએ હેતુલક્ષી વાતચીત કરી રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) લાંચના નાણાં સ્વીકારી આરોપી દિગંબર પાગર સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી બાબતની ટેલીફોનીક વાતચીત કરાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી જયમીન સાવલિયાને સ્થળ પરથી પકડી લેવાયો હતો
ટ્રેપીંગ ઓફીસર તરીકે આર.એન.વિરાણી પોલીસ ઈન્સપેકટર, એસીબી જામનગર પોલીસ સ્ટેશન. સુપરવિઝન ઓફીસરઃ તરીકે કે.એચ.ગોહિલ ઈ.ચા મદદનીશ નિયામક, રાજકોટ વિભાગ, રાજકોટ રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
