હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓડિશાના ચાંદીપુર કિનારે અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું : ચીન અને પાકિસ્તાન રેન્જમાં
અગ્નિ-4 મિસાઈલ ચાર હજાર કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ:અગ્નિ-IV મિસાઈલ અત્યાધુનિક સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ ;ફ્લાઇટ દરમિયાન ભૂલોને સ્વ-સુધારવા માટે પણ સક્ષમ

બાલાસોર. ભારતે શુક્રવારે ઓડિશાના ચાંદીપુર કિનારે અબ્દુલ કલામ દ્વીપ ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-IVનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પ્રક્ષેપણ દરમિયાન, મિસાઈલે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા અને નિર્ધારિત સમયની અંદર લક્ષ્યને નિશાન બનાવ્યું હતું
વરિષ્ષ્ટ અધિકારીઓની હાજરીમાં આર્મીના સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નિર્દેશન હેઠળ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના પરિક્ષણ માટે વૈજ્ઞાનિકો અને સંરક્ષણ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
અગ્નિ IV એ અગ્નિ શ્રેણીની ચોથી મિસાઈલ છે, જેને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગ માટે વિકસાવવામાં આવી છે. તેની સ્ટ્રાઈક રેન્જ ચાર હજાર કિલોમીટર સુધીની છે. આ રીતે, તેના અધિકાર ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન સહિત ઘણા દેશો છે. તે સ્વદેશી ટેક્નોલોજી સાથે ઘણી અદ્યતન તકનીકી અને વ્યૂહાત્મક ક્ષમતાઓથી સજ્જ છે.
આ મિસાઈલની મુખ્ય વિશેષતા એ છે કે તે રડાર દ્વારા પકડવામાં આવતી નથી. તે જ સમયે, તે ફ્લાઇટ દરમિયાન ઉદભવતી ખામીને સુધારવા માટે પણ સક્ષમ છે.
તેને રસ્તા પર મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ પહેલા અગ્નિ દો પ્રાઇમ તરીકે ઓળખાતી હતી. આ મિસાઈલ દોઢ મીટરની ઉંચાઈથી નાના લક્ષ્યોને પણ નષ્ટ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
