હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
મણિપુરમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ હુમલો : એકનું વૃઘ્ધનું ઘટનાસ્થળે મોત;પાંચ લોકો ઘાયલ
રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું

મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે બપોરે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરાયેલા બોમ્બ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ રોકેટ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના નિવાસસ્થાનના પરિસરમાં પડ્યું હતું.
શુક્રવારે જિલ્લામાં આ બીજું રોકેટ છોડવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું, “વૃદ્ધ વ્યક્તિ પરિસરમાં કેટલીક ધાર્મિક વિધિઓની તૈયારી કરતા હતા ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું,” અધિકારીએ જણાવ્યું.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
