તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 7th September 2024
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માતમમાં ૧૫ લોકોના મોત
મેકસ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર : અનેક લોકો ગંભીર રીતે ઘાયો

નવી દિલ્હી, તા.૭: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી મેક્સ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલ ભયાનક અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. વિગતો અનુસાર મેક્સ કારમાં લગભગ ૩૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર સાંજના સમયે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં ૧૨ લોકોના મોત થયાના અહેવાલો છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો અકસ્માતમાં ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાથી મળત્યુઆંક વધે તેવી શકયતા છે. આજે શુક્રવારે સાંજે મેક્સ લોડર અને રોડવેઝની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતની મળી રહેલી વિગતો અનુસાર મેક્સમાં લગભગ ૩૦ જેટલા લોકો સવાર હતા અને તે બધા મુકુંદ ખેડાની તેરમી પર્વ મનાવીને ખંડૌલી નજીક સેવલા ગામ પરત ફરી રહ્યા હતા. આ ગંભીર દુર્ઘટના આગ્રાપ્રઅલીગઢ બાયપાસ પર મીતાઈ ગામ પાસે બની હતી. મળતકોમાં પુરૂષો, મહિલાઓ તથા બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાસનીથી ખંડૌલી જઈ રહ્યા હતા. ચાલકને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે અને તેમને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
