<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અનિલ અંબાણી મોટા ભાઈ મુકેશ અંબાણીને આપશે સ્‍પર્ધા! ઇલેક્‍ટ્રિક કાર અને બેટરીના બિઝનેસમાં પ્રવેશ કરશે

અનિલ અંબાણીની કંપની રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરે કન્‍સલ્‍ટન્‍ટની નિમણૂક કરી

નવી દિલ્‍હી, તા.૭: અનિલ અંબાણી મોટા ભાઈ મુકેશ અંબાણી સહિત ટાટા અને મહિન્‍દ્રાને ટક્કર આપવા જઈ રહ્યા છે. વાસ્‍તવમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઇલેક્‍ટ્રિક કાર અને બેટરી બનાવવાની યોજના પર વિચાર કરી રહી છે. કંપનીએ તેની યોજનાઓ અંગે સલાહ આપવા માટે ચીનની ગ્‍ળ્‍ઝ કંપનીમાં ભારતના ભૂતપૂર્વ વડા સંજય ગોપાલકળષ્‍ણનની નિમણૂક કરી છે. રોયટર્સ અનુસાર, અનિલ અંબાણીની કંપનીએ દર વર્ષે લગભગ ૨.૫૦ લાખ વાહનોની ક્ષમતા ધરાવતો EV પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે બાહ્ય સલાહકારોની નિમણૂક કરી છે. કંપની આગામી કેટલાક વર્ષોમાં આ પ્‍લાન્‍ટની ક્ષમતા વધારીને ૭.૫૦ લાખ વાહનો પ્રતિ વર્ષ કરવાની યોજના ધરાવે છે.

અનિલ અંબાણીની કંપની પણ બેટરી બનાવવાનું વિચારી રહી છે. એક સૂત્રના જણાવ્‍યા અનુસાર, કંપની ૧૦ ગીગાવોટ કલાક (GWh) ક્ષમતા સાથે બેટરી પ્‍લાન્‍ટ બનાવવાની યોજના ધરાવે છે. કંપની આગામી વર્ષોમાં આ પ્‍લાન્‍ટની ક્ષમતા વધારીને ૭૫ GWh કરવાની પણ યોજના ધરાવે છે.

મુકેશ અંબાણી પણ બેટરી બનાવવાનું કામ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં ૧૦ ગીગાવોટ કલાકના બેટરી સેલ ઉત્‍પાદન માટે સરકારી પ્રોત્‍સાહનો માટે બિડ જીતી છે. મુકેશ અંબાણી એડવાન્‍સ કેમેસ્‍ટ્રી સેલ (ACC) બેટરી બનાવશે. તમને જણાવી દઈએ કે ACC એ એનર્જી સ્‍ટોર કરવા માટે એક એડવાન્‍સ ટેકનોલોજી છે. આ અંતર્ગત વિદ્યુત રાસાયણિક ઉર્જાના સ્‍વરૂપમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. આ પછી, જો જરૂર પડે તો તેને વીજળીમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનો ઉપયોગ ઇલેક્‍ટ્રિક વાહનોમાં પણ થાય છે.

જો અનિલ અંબાણી બેટરી બનાવવાની તેમની યોજના સાથે આગળ વધવાનું નક્કી કરે છે, તો તેમને તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની સ્‍પર્ધાનો સામનો કરવો પડશે. ઇલેક્‍ટ્રિક કાર બનાવવા પર અનિલ અંબાણીની કંપની ટાટા અને મહિન્‍દ્રા જેવી કંપનીઓને ટક્કર આપશે. આ કંપનીઓ પહેલેથી જ ઈલેક્‍ટ્રિક કાર માર્કેટમાં છે.

રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી

રિલાયન્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ભાગીદારોની શોધમાં છે. આમાં ચીનની કંપનીઓ પણ સામેલ છે. કંપની આગામી કેટલાક મહિનામાં તેના પ્રોજેક્‍ટને અંતિમ સ્‍વરૂપ આપવાની યોજના ધરાવે છે. રિલાયન્‍સ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરે જૂનમાં ઓટો સંબંધિત બે નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ બનાવી છે, રોઇટર્સ અનુસાર. આમાંથી એકનું નામ છે રિલાયન્‍સ ઈવી પ્રાઈવેટ લિમિટેડ છે.

(10:04 AM IST)