<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા:બંને કોચ 200 મીટર ટ્રેક નીચે ઢસડાયા

પાટા પરથી ઉતરેલા ટ્રેનના ડબ્બામાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા: ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓ પહોંચ્યા

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા. પાટા પરથી ઉતરેલા ટ્રેનના ડબ્બામાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા હતા.

જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી. રેલવેના ડબ્બા પાટા પરથી કેવી રીતે ઉતરી ગયા તેનું કારણ અકબંધ છે.

 

 

વેસ્ટ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, “ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. સોમનાથ એક્સપ્રેસ જ્યારે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી, ત્યારે ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે સવારે 5.50 વાગ્યે તે પ્લેટફોર્મથી લગભગ 150 મીટર દૂર પાટા પરથી ઉતરી ગયા હતા.

(1:22 PM IST)