તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 7th September 2024
૧૯૯૦ પછી પહેલીવાર કાશ્મીરમાં ઉમેદવાર તરીકે કાશ્મીરી પંડીત મહિલા
પુલવામાં જીલ્લાના ત્રિચલ ગામની સરપંચ છે ડેઝી રૈના

જમ્મુ : આતંકવાદની શરૂઆત થયા પછી પહેલીવાર કાશ્મીરમાં એક કાશ્મીરી પંડીત મહિલા ચુંટણી લડી રહી છે. દક્ષિણ કાશ્મીરના પુલવામાં જીલ્લાના ત્રિચલ ગામની ભુતપુર્વ સરપંચ ડેઝી રૈના, ૧૮ સપ્ટેમ્બરે થનાર વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કામાં ભાગ લેનારી ૯ મહિલા ઉમેદવારોમાં એક છે.
ડેઝી રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જે એનડીએ સાથેના ગઠબંધનવાળો પક્ષ છે. પત્રકારો સાથે વાત કરતા રૈનાએ કહયું કે તેમણે સ્થાનીક નિવાસીઓ ખાસ કરીને યુવાઓના પ્રોત્સાહન પછી રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો હતો. આ યુવાઓ છેલ્લા પાંચ વર્ષમાં સરપંચ તરીકે તેમણે કરેલા કામથી પ્રભાવીત હતા. ડેઝીએ કહયું કે ૧૯૯૦ના દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય અને સામાજીક વાતાવરણમાં ઘણો ફેરફાર આવ્યો છે. તેણીએ કહયું કે, ઘણા બધા પડકારો છતા મેં સમાજમાં સમર્થન સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.
તેણીએ કહયું મારી ઉમેદવારી સ્થાનીક લોકોના સમર્થનથી શકય બની છે. જેમની સાથે મારે નજીકના સંબંધો છે. અને તેમના જીવનમાં હું ઉંડાણપુર્વક સામેલ છું. ડેઝીએ વધુમાં કહયું કે જો હું જીતીશ તો મારૂ ધ્યાન બેરોજગારી દુર કરવા પીવાલાયક પાણીની ઉપલબ્ધતા સુધારવા અને વીજબીલો ઘટાડવા પર રહેશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
