News of Saturday, 7th September 2024
વરૂ સરકારથી વધુ ચાલાક, એટલે પકડાતા નથી!
યુપીના મંત્રી બેબીરાનીનું વિચિત્ર નિવેદન બહરાઇંચમાં વરૂઓની ભારે રંજાડઃ પકડવા આદેશ

બહાર ઇંચઃ યુપીના બહરાઇંચમાં વરૂઓનો ભારે આતંક છે. ગઇકાલે મહસ્ત તાલુકામાં ઘરની બહાર રમતા ૮ વર્ષીય બાળક ઉપર હુમલો કર્યો હતો. વરૂઓને પકડવા યોગી સરકારે અધિકારીઓને આદેશ આપ્યા છે. જેથી ડ્રોન,પીંજરા તથા જાળી સાથે અલગ- અલગ ટીમો કામે લાગી છે. દરમિયાન યુપીના મહિલા મંત્રી બેબી રાનીનું એક વાહીયાત નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેમણે જણાવેલ કે, વરૂઓને પકડવા ટીમો કામે લાગી છે. જયારે મળશે ત્યારે મારવામાં આવશે. વરૂ સરકારથી વધુ ચાલાક છે એટલે પકડાતા નથી!
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
