News of Saturday, 7th September 2024
IAS પૂજા ખેડકર સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી: નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી
-IAS પૂજા ખેડકર ક્યારેક ખાનગી વાહનમાં લાલ બત્તી લગાડવાના મામલે તો ક્યારેક સિનિયર ઓફિસરની કેબિન પર કબજો જમાવવાના મામલે વિવાદમાં હતી

નવી દિલ્હી : ટ્રેઇની આઇએએસ ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. કેન્દ્ર સરકારે તેમની સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તેમની સેવા સમાપ્ત કરવામાં આવી હતી
કેન્દ્રની મોદી સરકારે IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ પૂજા ખેડકર વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેને IAS નોકરીમાંથી બહારનો રસ્તો બતાવ્યો. પૂજા ખેડકર પર UPSC પરીક્ષામાં OBC અને વિકલાંગ ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જો કે, UPSC એ પહેલા જ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી દીધી હતી અને તેને હંમેશા માટે UPSC પરીક્ષામાંથી દૂર કરી દીધી હતી.
આરોપ છે કે વર્ષ 2020-21માં પૂજા ખેડકરે ઓબીસી ક્વોટા હેઠળ યુપીએસસીની પરીક્ષા આપી હતી, જેમાં તેનું નામ પૂજા દિલીપરાવ ખેડકર હતું. આ પછી, તેણીએ ફરીથી 2021-22 માં OBC ક્રીમી લેયર અને વિકલાંગ ક્વોટા હેઠળ પરીક્ષા આપી, જેમાં તેણીએ પૂજા મનોરમા દિલીપ ખેડકર નામનો ઉપયોગ કર્યો. તે આ પરીક્ષામાં સફળ થઈ અને આઈએએસ બની.
પૂજા ખેડકર પર એવો પણ આરોપ છે કે તેણે માત્ર તેનું નામ જ નહીં બદલ્યું, પરંતુ તેના માતા-પિતાના નામ, ફોટા, હસ્તાક્ષર, ઈમેઈલ, ફોન નંબર અને સરનામાં પણ ખોટા કર્યા, જેથી તેની ઓળખ બદલી શકાય. તમને જણાવી દઈએ કે પૂજા ખેડકરને તેની પ્રથમ પોસ્ટિંગ પુણેમાં ટ્રેઇની IAS ઓફિસર તરીકે મળી હતી, જ્યાં તે વિવાદોને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી, પૂણે કલેક્ટરના પત્ર પર, રાજ્ય સરકારે તેમની વાશિમ જિલ્લામાં બદલી કરી .
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
