<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

અપક્ષ ઉમેદવારો સાથે ભાજપની મિલીભગત છે :ગૃહમંત્રી અમિતભાઇ શાહના નિવેદન પર ઓમરએ કર્યો મોટો દાવો

જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું સરકારનો ભાગ બનવા માટે પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો સાથે સમજૂતી કરી

જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ શનિવારે ભાજપ વિશે મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં સરકારનો ભાગ બનવા માટે પ્રાદેશિક પક્ષો અને કેટલાક અપક્ષ ઉમેદવારો સાથે સમજૂતી કરી છે. તેમણે જમ્મુમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા પણ હુમલો કર્યો છે.

   નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે અમિતભાઈ  શાહ શુક્રવારે બીજેપી મેનિફેસ્ટો બહાર પાડતી વખતે તેમના ભાષણમાં તેમની પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ વિશે મૌન રહ્યા. તેમણે કહ્યું, ‘... જેમણે દિલ્હી સાથે કરાર કર્યો છે. તેઓ તમારી માંગણીઓ પૂરી નહીં કરે. જો તમારે આ માટે પુરાવા જોઈએ છે, તો ગઈકાલે જમ્મુમાં ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહનું નિવેદન જુઓ.

   ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'ગૃહમંત્રીએ તે પક્ષોનો ઉલ્લેખ કર્યો જેની સાથે ભાજપ સરકાર નહીં બનાવે. જો કે, તેઓ અપક્ષ ઉમેદવારો સાથે સંકળાયેલા હોવાથી તેઓ મૌન રહ્યા. તેમણે પોતાની પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ અંગે મૌન સેવ્યું હતું.


 

(1:04 AM IST)