News of Saturday, 7th September 2024
હરિયાણામાં ભાજપમાંથી ભાગમભાગી :હવે પૂર્વ મંત્રી બચ્ચન સિંહ આર્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
જેજેપીના બળવાખોર ધારાસભ્ય રામકુમાર ગૌતમને સફીડોનથી ભાજપની ટિકિટ મળવાથી નારાજ બચ્ચન સિંહ આર્યએ પાર્ટી છોડી

હરિયાણાના પૂર્વ મંત્રી બચ્ચન સિંહ આર્યએ ટિકિટ ન મળવાથી નારાજ થઈને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જેજેપીના બળવાખોર ધારાસભ્ય રામકુમાર ગૌતમને સફીડોનથી ભાજપની ટિકિટ મળવાથી નારાજ બચ્ચન સિંહ આર્યએ 4 લાઈનમાં રાજીનામું લખીને ભાજપનું પ્રાથમિક સભ્યપદ છોડવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલેલ્ખનીય છે કે 2 દિવસ પહેલા પૂર્વ મંત્રી બચ્ચન સિંહ આર્યએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'પાણીમાં આગ હોય, તોફાન હોય તો આવું થવું જોઈએ, બળવો હોય તો આવો જોઈએ.'
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
