બાંગ્લાદેશની ગુલાટી: રાષ્ટ્રગીત બદલવાની માંગ: ભારતે પરાણે આપ્યાનો દાવો
બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીના ભૂતપૂર્વ અમીર ગુલામ આઝમના પુત્ર અબ્દુલ્લાહીલ અમાન આઝમીએ દેશના રાષ્ટ્રગીત અને બંધારણમાં ફેરફારની માંગ કરી

ઢાકા: શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત ‘અમર સોનાર બાંગ્લા’ને લઈને વિવાદ શરૂ થયો છે. કટ્ટરપંથીઓ આ બદલાવની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીના ભૂતપૂર્વ અમીર ગુલામ આઝમના પુત્ર અબ્દુલ્લાહીલ અમાન આઝમીએ દેશના રાષ્ટ્રગીત અને બંધારણમાં ફેરફારની માંગ કરી છે.
અમાન આઝમીએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, હું રાષ્ટ્રગીતનો મુદ્દો આ સરકાર પર છોડી દઉં છું. આપણું વર્તમાન રાષ્ટ્રગીત આપણા સ્વતંત્ર બાંગ્લાદેશના અસ્તિત્વની વિરુદ્ધ છે. તે બંગાળના વિભાજન અને બે બંગાળના વિલીનીકરણના સમયને પ્રતિબિંબિત કરે છે. બે બંગાળ 1971માં સ્વતંત્ર બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આપણા પર કેવી રીતે થોપવામાં આવે જેથી સરકારને નવું રાષ્ટ્રગીત પસંદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમર સોનાર બાંગ્લા’ પ્રખ્યાત બંગાળી સંગીતકાર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
