<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

દીપવીર બન્યા માતા પિતા : દીપિકા પાદુકોણે પુત્રીને આપ્યો જન્મ

ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા : અભિનેત્રીને ગઈકાલે ગણેશ ચતુર્થીએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

નવી દિલ્લી: 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયાં છે. દીપિકાએ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીને શનિવારે, સાત સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે બપોરે મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો. અગાઉ 6 સપ્ટેમ્બરે દીપિકા બાપ્પાનાં દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી

દીપિકાએ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું,

(2:19 PM IST)