News of Sunday, 8th September 2024
બીબીસી પર ઇઝરાયેલ-હમાસ યુદ્ધ કવરેજમાં ૧૫૦૦ થી વધુ સંપાદકીય આચારસંહિતાનાં ભંગનો આરોપ

બીબીસી પર ઇઝરાયેલ-હમાસ યુદ્ધ કવરેજમાં ૧૫૦૦ થી વધુ સંપાદકીય આચારસંહિતાનાં ભંગનો આરોપ, બીબીસીનાં અહેવાલ પ્રણાલીગત પૂર્વગ્રહને ઉજાગર કરે છે - પ્રસિદ્ધ બ્રિટિશ અખબાર ધ ટેલીગ્રાફનો ધડાકો ! ઑક્ટોબર ૭ના હમાસના ઇઝરાયેલ પરના હુમલાથી બીબીસીએ તપાસનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ તેણે જાહેરાત કરી હતી કે તે શક્ય હોય ત્યાં હમાસને આતંકવાદી સંગઠન તરીકે લેબલ કરશે.
જો કે, સંશોધનમાં બહાર આવ્યું છે કે હમાસ નામનો ૧૨૪૫૯ ઉલ્લેખોમાંથી, માત્ર ૪૦૯ (૩.૨%) જ હમાસનો આતંકવાદી તરીકે ઉલ્લેખ કર્યો છે. ધ ટેલીગ્રાફ અખબારે બ્રિટિશ વકીલ ટ્રેવર એસેરસનના નેતૃત્વ હેઠળના સંશોધન પર આધારિત અહેવાલને ટાંકતા આ વાત રજુ કરી છે કે એ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રસારણકર્તાએ "ઇઝરાયેલ સામે પક્ષપાતની ઊંડી ચિંતાજનક પેટર્ન" દર્શાવી હતી.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
