News of Sunday, 8th September 2024
દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં કપડાની ફેક્ટરી આગની લપેટમાં આવીઃ રપ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચીઃ આગનું કારણ અકબંધ
આગ એટલી ભયંકર છે કે આખી બિલ્ડિંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.

નવી દિલ્હીઃ દિલ્હીના રણહૌલા પોલીસ સ્ટેશનમાં રાજીવ રતનના ઘર પાસે એક ફેક્ટરીમાં આગ લાગી છે. . દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં રાજીવ રત્ના આવાસ પાસે એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેને ઓલવવા માટે કામ ગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની ્ કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. આગ એટલી ભયંકર છે કે આખી બિલ્ડિંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.
માહિતી મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ બની હતી. દિલ્હીના બકરવાલા વિસ્તારમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે 25 વાહનો સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 6.55 વાગ્યે કપડાની ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ 25 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
