News of Sunday, 8th September 2024
'કોંગ્રેસ છોડી દો નહીંતર પરિવાર માટે સારું નહીં થાય', કુસ્તીબાજ બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી : FIR નોંધાવી
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયેલા ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી:આ ધમકી વિદેશી નંબર પરથી મળી

નવી દિલ્હી : ભારતના સ્ટાર રેસલર અને કોંગ્રેસમાં જોડાયેલા બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કુસ્તીબાજએ જણાવ્યું કે તેને આ ધમકી વિદેશી નંબર પરથી મળી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, 'બજરંગ કોંગ્રેસ છોડી દે નહીંતર તમારા અને તમારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો સંદેશ છે. ચૂંટણી પહેલા અમે બતાવીશું કે અમે શું છીએ. તમારે જ્યાં પણ ફરિયાદ કરવી હોય ત્યાં કરો, આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે.' ધમકી મળ્યા બાદ તેણે સોનીપત બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બજરંગની ફરિયાદ પર પોલીસે FIR દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસ પ્રવક્તા રવિન્દ્ર સિંહે કહ્યું, 'બજરંગ પુનિયાએ સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેને બહારના નંબર પરથી મેસેજ મળ્યો છે. તેની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. અજાણ્યા શખ્સે ધમકી આપી છે. આ તપાસનો વિષય છે. તેની તપાસ ચાલી રહી છે પોલીસે કહ્યું કે તેઓએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત ધમકી આપનાર વ્યક્તિની ઓળખ માટે પણ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
બજરંગ અને વિનેશ ફોગાટ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસે બજરંગ પુનિયાને વિધાનસભાની ટિકિટ આપી નથી, જ્યારે હરિયાણા વિધાનસભાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગટને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે વિનેશને ટિકિટ ન મળવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે ચૂંટણી લડવી એ રાજકારણ નથી. અગાઉ પણ અમે બંનેએ વાત કરી હતી કે બેમાંથી એક ચૂંટણી લડશે. વિનેશ ફોગાટ લડી રહી છે અને હું તેને સપોર્ટ કરી રહ્યો છું.
કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટીએ બજરંગને કોંગ્રેસ કિસાન મોરચાનો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો છે. દેશની સૌથી જૂની પાર્ટીમાં જોડાતા પહેલા તેમણે રેલવેમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બજરંગ શાસક પક્ષ ભાજપ પર હુમલો કરનાર બની ગયો. તેમણે કહ્યું હતું કે અમે કોંગ્રેસ અને દેશને મજબૂત કરીશું. કુસ્તીબાજોના સંઘર્ષમાં ભાજપ અમારી સાથે ઉભું ન હતું અને કોંગ્રેસમાં જોડાવા બદલ અમારી ટીકા થઈ રહી છે
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
