તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સને લઇને બે પક્ષો વચ્ચે ખેલાયો ખૂની ખેલઃ ત્રણના મોત
બંને જૂથોના ૧૫ લોકોની ધરપકડઃ એક વ્યક્તિને ઇજા પહોંચી હતી

દુર્ગ (છત્તીસગઢ),તા.૯: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સ કરવાને લઇને બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, પોલીસે આ જાણકારી આપી હતી.
અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નંદિની પોલીસ સ્ટેશનની હદમાં શીતળા મંદિર વિસ્તારમાં શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ શીતળા મંદિર ગણેશ સમિતિના પંડાલમાં કેટલાક લોકો ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા. હુમલાખોર ત્યાં આવ્યા અને બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. જોકે તે સમયે કેટલાક સ્થાનિકોએ તેમને શાંત કર્યા હતા.
જોકે શનિવારે રાત્રે ફરી બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષોના યુવાનોએ એકબીજા પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના પરિણામે એક જૂથના ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા જયારે બીજા જૂથના એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
અધિકારીઓએ કહ્યું કે મૃતકોની ઓળખ કરણ યાદવ, રાજેશ યાદવ અને વાસુ યાદવ તરીકે થઈ છે, જયારે અન્ય જૂથના આકાશ પટેલને આ ઘટનામાં ઈજાઓ થઈ છે. અત્યાર સુધીમાં બંને જૂથોના ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
