News of Monday, 9th September 2024
FMCG કન્ઝ્યુમર કંપનીઓએ ઉત્પાદન વધાર્યું: વેચાણમાં વૃદ્ધિની અપેક્ષા
તહેવારોની મોસમ માટે તૈયારી

નવી દિલ્હી,તા.૯: દેશના કેટલાક ભાગોમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપનીઓએ ઉત્પાદન વધારવાનું શરૂ કરી દીધું છે. તહેવારોની સિઝનમાં વધુ વેચાણની અપેક્ષાએ રિટેલર્સ પણ ગયા વર્ષ કરતાં વધુ સ્ટોક મંગાવી રહ્યા છે. તેના કારણે FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિટેલની માંગમાં વધારો થયો છે.
બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની પાર્લે પ્રોડક્ટ્સે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં તેના ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કર્યો છે. ગત તહેવારોની સિઝનથી તેણે ઉત્પાદનમાં ૫ થી ૭ ટકાનો વધારો કર્યો હતો. પારલે પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે જણાવ્યું હતું કે, રક્ષાબંધન સાથે તહેવારોની સિઝનની શરૂઆત સાથે, અમે માંગમાં વધારો જોવાનું શરૂ કર્યું છે. અમે આ વર્ષે માંગમાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
કંપનીના CEO અવનીત મારવાહે કહ્યું, ‘અમે અમારા કુલ ઉત્પાદનમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો કર્યો છે અને અમે ૧૦૦ ટકા ક્ષમતા પર ઉત્પાદન કરી રહ્યા છીએ. જયારે એકંદરે ટીવી ઉદ્યોગમાં ૧૫ થી ૨૦ ટકા વૃદ્ધિ જોવા મળી શકે છે, અમે આ તહેવારોની સિઝનમાં લગભગ ૩૦ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
રિટેલ સેક્ટરમાં, મલ્ટી-બ્રાન્ડ ફેશન અને એપેરલ ચેઇન લાઇફસ્ટાઇલે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તેની ખરીદી અને સ્ટોકમાં બે આંકડાનો વધારો કર્યો છે. લાઇફસ્ટાઇલના સીઇઓ દેવરાજન અય્યરે જણાવ્યું હતું કે, આ વર્ષે તહેવારોની સિઝન તેમજ લગ્નની વધુ તારીખોને કારણે માંગ વધુ રહેવાની શક્યતા છે. તેથી અમે વધુ સ્ટોક માટે ઓર્ડર વધારી રહ્યા છીએ.
આ તહેવારોની સિઝનમાં કોકા કોલા ઈન્ડિયાનું વેચાણ પણ વધી રહ્યું છે. કોલા-કોલા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (ભારતીય વ્યાપાર) સંદીપ બજોરિયા કહે છે કે, ‘જ્યારે વેગ આવવા લાગ્યો છે. અમે રિટેલર્સને માંગને પહોંચી વળવા અગાઉથી તૈયાર રહેવામાં મદદ કરી રહ્યા છીએ.
તૈયાર પાણી અને સોફટ ડ્રિંક્સનું ઉત્પાદન કરતી કંપની બિસ્લેરીએ પણ માંગમાં વધારાની અપેક્ષા વચ્ચે તેની ક્ષમતા વધારવાનું શરૂ કર્યું છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ક્ષમતામાં કયા સ્તરે વધારો કરશે. બિસ્લેરીના પ્રવક્તાએ કહ્યું, ‘તહેવારોની શરૂઆત સાથે, લોકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું શરૂ કરે છે. તહેવારો દરમિયાન, લોકો ઘણીવાર બહારનું ખાય છે, જે માંગ અને વપરાશ બંનેમાં વધારો કરે છે.
FMCG કંપની ડાબર ઈન્ડિયા તહેવારો દરમિયાન નવી પ્રોડક્ટ્સ અને એડિશન લોન્ચ કરવા પર ખાસ ધ્યાન આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં દિવાળી માટે ખાસ ગિફટ પેક પણ સામેલ હશે.
તહેવારો દરમિયાન, આ ભારતીય FMCG કંપની ગ્રાહકોને જોડવા માટે ખાસ પહેલ કરી રહી છે. કંપની મેળા, હાટ, ઉત્સવ અને ધાર્મિક મેળાવડા વગેરેના આયોજન દ્વારા ગ્રાહકો સાથે જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ડાબર ઈન્ડિયાના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અંકુશ જૈન કહે છે,‘દરેક તહેવારોની સીઝનમાં કંઈક ખાસ હોય છે. આ વર્ષે અમે ઝડપી વાણિજય (ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનો અને ઝડપથી માલ પહોંચાડવાનો વ્યવસાય) અને અન્ય નવા વ્યવસાયોમાં ઘણી સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. આ વ્યવસાયો ગ્રાહકો સુધી પહોંચવાના અમારા પ્રયાસોને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. જૈને જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન વધેલી માંગને પહોંચી વળવા કંપની તેના પુરવઠા માળખાને પણ સુવ્યવસ્થિત કરી રહી છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
