<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

૪૮ લાખ કેશ, ૨૫૬ ગ્રામ સોનું, ૫૦૨૪ ગ્રામ ચાંદી

પહેલા દિવસે લાલબાગના રાજાને મળ્‍યું આટલું દાન

મુંબઇ, તા.૯: મુંબઈ જ નહીં, દેશભરમાં વિખ્‍યાત લાલબાગચા રાજા ગણપતિનાં દર્શન માટે ગણેશોત્‍સવ પહેલાં એટલે કે શનિવારે પધારેલા ભકતોએ કરેલા દાનની ગણતરી ગઈ કાલે હાથ ધરવામાં આવી હતી. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્‍સવ મંડળના ટ્રેઝરર મંગેશ દળવીએ કહ્યું હતું કે ‘પહેલા દિવસે બાપ્‍પાને આપવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી છે. એમાં ૪૮.૩૦ લાખ રૂપિયા કૅશ, ૨૫૬ ગ્રામના સોનાના દાગીના અને ૫૦૨૪ ગ્રામના ચાંદીના દાગીના પેટીઓમાંથી મળ્‍યા છે. ભક્‍તોએ આપેલા દાનની ગણતરી બૅન્‍ક ઑફ મહારાષ્‍ટ્રના કર્મચારીઓની સાથે કરવામાં આવે છે.

(9:53 AM IST)