તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
શું રૂ.૨૦૦૦ સુધીની ચૂકવણી પર ૧૮% ટેક્સ ચૂકવવો પડશે ?
GST કાઉન્સિલની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવી શકે છે

નવી દિલ્હી, તા.૯: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ એટલે કે GST કાઉન્સિલની આજે ૫૪મી બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આમાં સૌથી વધુ ચર્ચા એ છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. ૨,૦૦૦ સુધીના નાના ઓનલાઈન વ્યવહારો માટે બિલડેસ્ક અને CCAvenue જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર ૧૮% GST વિચારી શકાય છે. જો આવું થાય તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવી મોંઘી પડી શકે છે.
બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, GST કાઉન્સિલની બેઠકમાં GST ફિટમેન્ટ પેનલે એવી દલીલ કરી છે કે પેમેન્ટ એગ્રીગેટર્સ વ્યવહારો માટે મધ્યસ્થી તરીકે કામ કરે છે અને તેથી તેને બેંક તરીકે વર્ગીકળત ન કરવું જોઈએ. મતલબ કે ફિટમેન્ટ પેનલ આ PA પર GST લાદવાની તરફેણમાં છે. તમને જણાવી દઈએ કે હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સને ૨,૦૦૦ રૂપિયાથી ઓછી રકમના વ્યવહારો પર GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ભારતમાં કુલ ડિજિટલ પેમેન્ટમાંથી ૮૦ ટકાથી વધુ વ્યવહારો રૂ. ૨,૦૦૦થી ઓછા મૂલ્યના છે. ૨૦૧૬માં નોટબંધી દરમિયાન સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, પેમેન્ટ એગ્રીગેટર્સને આ વ્યવહારો પર વેપારીઓને તેઓ જે સેવાઓ પૂરી પાડે છે તેના પર ટેક્સ વસૂલતા અટકાવવામાં આવ્યા હતા. એગ્રીગેટર્સ હાલમાં વેપારીઓ પાસેથી ૦.૫% થી ૨% પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. આવી સ્થિતિમાં, જો આ નાની ચુકવણીઓ પર GST લાગુ થાય છે, તો પેમેન્ટ એગ્રીગેટર્સ આ વધારાનો ખર્ચ વેપારીઓને આપી શકે છે.
નાના વેપારીઓ પર મોટી અસર પડશે : જો આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠક રૂ. ૨૦૦૦થી ઓછી કિંમતના આ નાના વ્યવહારો પર ૧૮ ટકા ટેક્સ લાદવાનો નિર્ણય લે છે, તો તે નાના વેપારીઓને સૌથી વધુ અસર કરી શકે છે, જેઓ ઘણીવાર ઓછા મૂલ્યના વ્યવહારો પર નિર્ભર રહે છે. જ્યારે, મોટા વ્યવહારોમાં રોકાયેલા વેપારીઓ માટે પેમેન્ટ ગેટવે ચાર્જ પર પ્રસ્તાવિત વધારાનો ૧૮% ટેક્સ વધુ નાણાકીય બોજ લાદશે નહીં.
શું UPI ચુકવણીઓ પર અસર થશે?
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હાલમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી લોકપ્રિય માધ્યમ છે, ખાસ કરીને નાના વ્યવહારો માટે, નાણાકીય વર્ષ ૨૦૨૪માં UPI વ્યવહારોમાં વાર્ષિક ધોરણે ૫૭% વળદ્ધિ સાથે રૂ. ૧૩૧ બિલિયન વધુ રહ્યું. ખાસ વાત એ છે કે નાના ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં UPI દ્વારા પેમેન્ટ કરનારા પર તેની કોઈ અસર નહીં થાય. જો GST લાદવામાં આવે તો પણ વધારાની રકમ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર જ ચૂકવવી પડશે
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
