News of Monday, 9th September 2024
DGCAએ એર ટેક્સીને લીલીઝંડી આપી, દિલ્હીમાં સૌ પહેલા લોન્ચ થશે
પ્રતિક્ષા પૂરી થઇ : એરપોર્ટની તર્જ પર વર્ટીપોર્ટ બનાવવામાં આવશે

નવી દિલ્હી, તા.૯: શહેરના ભીડભાડવાળા રસ્તાઓ પર અટવાતી વખતે એક વાત આપણા મગજમાં આવે છે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણે આપણી કાર-ટેક્સીને હવામાં ઉડાડીએ અને જામમાંથી બહાર નીકળી શકીએ. તમારો આ વિચાર ટૂંક સમયમાં પૂરો થવાનો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ વર્ટીપોર્ટ્સ નિયમોને લીલી ઝંડી આપી દીધી છે. હવે ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને એર ટેક્સીની સુવિધા મળવા જઈ રહી છે. આ સાથે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૬થી દેશમાં એર ટેક્સીનું સંચાલન શરૂ થશે.
એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડીજીસીએના નિયમો અનુસાર આ એર ટેક્સીઓ માટે શહેરોમાં વર્ટીપોર્ટ બનાવવામાં આવશે. વર્ટીપોર્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે એર ટેક્સીઓ અહીંથી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ (VTOL) કરી શકે. વર્ટીપોર્ટને એરપોર્ટની જેમ ડિઝાઇન કરવામાં આવશે.
ઈન્ડિગોએ આર્ચર એવિએશન સાથે ૨૦૦ મિડનાઈટ એરક્રાફ્ટ માટે ડીલ પર હસ્તાક્ષર કર્યા
એર ટેક્સી શરૂ કરવાનો પહેલો પ્રયાસ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ દ્વારા કરવામાં આવ્યો છે. કેલિફોર્નિયાની કંપની આર્ચર એવિએશન સાથે તેમના વિટોલ એરક્રાફ્ટ મિડનાઈટને ખરીદવા માટે કરાર કરવામાં આવ્યો છે. આર્ચર એવિએશન એ ઇલેક્ટ્રિક એર ટેક્સી ઉત્પાદક છે. ઈન્ડિગોએ ઼૧ બિલિયનનું રોકાણ કરીને ૨૦૦ મિડનાઈટ એરક્રાફ્ટ માટે ડીલ ફાઈનલ કરી છે.ડીજીસીએના જણાવ્યા મુજબ, તેઓએ વર્ટીપોર્ટ માટે નિયમો ઘડવા માટે તમામ હિતધારકો સાથે વિસ્તળત ચર્ચા કરી છે. નિયમો અનુસાર, વર્ટીપોર્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એર ટેક્સી ઓપરેશનલ ગાઈડલાઈન્સ, બેટરી ર્ચાજિંગ, ર્પાકિંગ, લેન્ડિંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ માટેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. આ તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ વર્ટીપોર્ટને ક્લિયરન્સ આપવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં પહેલી એર ટેક્સી શરૂ થઈ શકે છે. આ પછી મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં પણ આ સુવિધા આપવામાં આવશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
