<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ટીવી ફિલ્‍મોના અભિનેતા વિકાસ સેઠીનું ૪૮ વર્ષની વયે હાર્ટએટેકથી મૃત્‍યુ

કયું કી સાસ ભી કભી બહુથી જાણીતો બન્‍યો હતોઃ ફિલ્‍મોમાં પણ કામ કરી ચુક્‍યો હતોઃ જોડીયા બાળકોનો પિતા, પત્‍નિ એનજીઓ ચલાવે છે

મુંબઇ તા. ૯: ટીવી જગતમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્‍યા છે. કયૂંકી સાસ ભી કભી બહુ થી સહિત અનેક સિરિયલોમાં કામ કરનાર અભિનેતા વિકાસ સેઠીનું ૪૮ વર્ષની વયે નિધન થયું છે. તેમના મળત્‍યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. તે પોતાની પાછળ પત્‍નિઅને નાના જોડિયા બાળકોને છોડી ગયા છે. તેમના નિધનથી પરિવાર તેમજ ટીવી જગતમાં શોકનો માહોલ છે.

વર્ષ ૨૦૦૦ દરમિયાન વિકાસ સેઠી દરેક ઘરમાં ફેમસ હતો. તેણે કયૂંકી સાસ ભી કભી બહુ થી, કહીં તો હોગા, કસૌટી ઝિંદગી કી સહિત અનેક સિરિયલ્‍સમાં કામ કર્યું હતું.  તેમનું મળત્‍યુ ૮ સપ્‍ટેમ્‍બર રવિવારના રોજ થયું હતું. ટેલી ચક્કરના એક અહેવાલ મુજબ વિકાસનું હાર્ટ એટેક આવવાથી ઊંઘમાં જ મોત થયું હતું. પરિવાર તરફથી હજુ સુધી નિવેદન સામે આવ્‍યું નથી. વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખૂબ એક્‍ટિવ હતો. તે અવારનવાર તેની પત્‍ની જ્‍હાન્‍વી સેઠી અને જોડિયા બાળકોના ફોટા અને વીડિયો શેર કરતો હતો. તેની છેલ્લી પોસ્‍ટ ૧૨ મેના રોજ હતી, જેમાં તે તેની માતા સાથે જોવા મળે છે.

વિકાસે તેની પૂર્વ પત્‍નિ અમિતા સાથે ડાન્‍સ રિયાલિટી શો નચ બલિયે-૩માં ભાગ લીધો હતો. તે ફિલ્‍મ કભી ખુશી કભી ગમનો પણ ભાગ હતો. તેણે કરીનાના મિત્ર રોબીની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૧મમાં દિવાનાપનમાં પણ કામ કર્યું હતું, જેમાં અર્જુન રામપાલ અને દિયા મિર્ઝા પણ હતા. ૨૦૧૯માં તે તેલુગુ હિટ આઇસ્‍માર્ટ શંકરમાં જોવા મળ્‍યો હતો.

વિકાસ સેઠીએ૨૦૦૩માં રિલીઝ થયેલી ઈરોટિક ફિલ્‍મ ઉપ્‍સમાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્‍મનું નિર્માણ દીપક તિજોરી દ્વારા કરવામાં આવ્‍યું હતું, જોકે ફિલ્‍મના બોલ્‍ડ કન્‍ટેન્‍ટને કારણે વિરોધ કરવામાં આવ્‍યો હતો. નોંધનીય છે કે વિકાસ સેઠીની પત્‍નિ જ્‍હાનવી એક એનજીઓ ચલાવે છે, જે માનસિક સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ પર કામ કરે છે. વિકાસ સેઠી તેની રસપ્રદ લવસ્‍ટોરીને કારણે ઘણી વખત ચર્ચામાં રહ્યા છે. એક ઈન્‍ટરવ્‍યુમાં વિકાસે કહ્યું હતું કે લગ્ન પહેલા તે અને જ્‍હાન્‍વી બેસ્‍ટ ફ્રેન્‍ડ હતા. બંનેએ કયારેય એકબીજાને પ્રપોઝ કર્યું નથી. એક દિવસ ડિનર કરતી વખતે વિકાસે જ્‍હાન્‍વીને તેની માતાને મળવા કહ્યું. બીજા દિવસે તેણી તેની માતાને મળી કે તરત જ તેઓની મુલાકાત પછી લગ્ન નક્કી કરવામાં આવ્‍યા હતાં.

(2:10 PM IST)