News of Monday, 9th September 2024
૭ વર્ષના બાળકને સાઇકલ ચલાવતાં હાર્ટ-એટેક આવ્યો : મૃત્યુ થયું

ભોપાલ, તા.૯: કુમળી વયનાં બાળકોનું પણ હૃદયરોગના હુમલાથી મળત્યુ થયાની ઘટનાઓએ ચિંતા વધારી છે, એમાં મધ્ય પ્રદેશની એક ઘટના ઉમેરાઈ છે. નિવાડી જિલ્લાના ઓરછામાં માત્ર ૭ વર્ષના રાઘવ ઉર્ફે હની દુબેને હાર્ટ-અટૅક આવતાં તે મળત્યુ પામ્યો છે. રાઘવ ઘર પાસે સાઇકલ ચલાવતો હતો. એ જ સમયે તેને એકાએક છાતીમાં દુખાવો થયો. તેણે મમ્મીને કહ્યું એટલે તેઓ પડોશીઓની મદદ લઈને રાઘવને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયાં. ઓરછાની સરકારી હૉસ્પિટલે તેને ઝાંસી મેડિકલ કૉલેજ લઈ જવા કહ્યું. દરમિયાન રસ્તામાં જ રાઘવની સ્થિતિ વધુ કથળવા લાગી. તેને ઊલટી થઈ અને પછી શ્વાસ અટકી ગયો. રાઘવનાં મમ્મી BJPના મહિલા મોરચાના ઓરછા મંડળનાં મહામંત્રી છે
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
