<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

UPSC પાસે ફરિયાદોનો ઢગલો : પૂજા ખેડકરના વિવાદ બાદ કેસ ખુલવા લાગ્‍યા

૩૦ અધિકારીઓની ફરીયાદો મળી : દસ્‍તાવેજો સાથે ચેડા કર્યા હતા

નવી દિલ્‍હી, તા.૯: યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન ખૂબ કડક માનવામાં આવે છે. દર વર્ષે UPSC ઘણી મોટી જગ્‍યાઓ માટે ભરતીની જાહેરાત કરે છે. દેશની ટોચની સરકારી નોકરીઓ માટે કઠિન પરીક્ષાઓ લેવામાં આવે છે અને તે પછી જ સૌથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને IAS, IPS, IRS, IFS વગેરે માટે પસંદ કરવામાં આવે છે. પૂજા ખેડકર વિવાદ પછી, યુપીએસસીને અન્‍ય ૩૦ અધિકારીઓની ફરિયાદો મળી છે જેમણે તેમના દસ્‍તાવેજો સાથે ચેડા કર્યા હતા.

મહારાષ્‍ટ્રની પૂર્વ ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકર ઘણા સમયથી ચર્ચામાં છે. તેમણે કેન્‍દ્ર સરકારમાં અધિકારીની નોકરી માટે UPSCને ગેરમાર્ગે દોરવામાં કોઈ કસર છોડી ન હતી. UPSC પરીક્ષાના ફોર્મમાં અનેક પ્રકારની હેરાફેરી કર્યા બાદ જ તેને IASની સરકારી નોકરી મળી શકી હતી. જો કે, તેમની એક ભૂલથી બીજી ભૂલ થઈ અને આખરે કેન્‍દ્ર સરકારે તેમને IASમાંથી મુક્‍ત કરવાનો નિર્ણય લીધો.

યુપીએસસી ફરિયાદો પર કાર્યવાહી કરશે

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (UPSC)ને સરકારી નોકરીઓમાં છેતરપિંડીની ૩૦થી વધુ ફરિયાદો મળી છે. એવો દાવો કરવામાં આવ્‍યો છે કે પસંદ કરાયેલા ઉમેદવારોએ તેમના પ્રમાણપત્રો અને અન્‍ય વિગતો વિશે ખોટી માહિતી આપી છે. પૂર્વ પ્રશિક્ષિત IAS ઓફિસર પૂજા ખેડકર કેસમાં થયેલા વિવાદના બે મહિના બાદ આ કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે. UPSCએ આ ફરિયાદો ડિપાર્ટમેન્‍ટ ઓફ પર્સોનેલ એન્‍ડ ટ્રેનિંગ (DoPT)ને સોંપી છે. જો આ તમામ આરોપો સાચા જણાશે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

UPSC પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર થશે

કેન્‍દ્ર સરકાર વિકલાંગતાના માપદંડ અને ક્‍વોટાનો દુરુપયોગ રોકવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે સતત બેઠકો ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, મસૂરી સ્‍થિત લાલ બહાદુર શાષાી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્‍ટ્રેશન (LBSNAA) માં પૂજા ખેડકરના ઘણા બેચમેટ્‍સ તેના વિકલાંગ ક્‍વોટાના કથિત દુરુપયોગથી વાકેફ હતા. હવે DoPT અને LBSNAA આવા પ્રોટોકોલ પર કામ કરી રહ્યા છે, જે આવી ખામીઓને દૂર કરશે.

યુપીએસસીને છેતરવું આસાન નહીં હોય : નામમાં ફેરફાર જેવી છેતરપિંડીના પુનરાવર્તનને રોકવા માટે UPSC એ તેના સોફ્‌ટવેર અને પ્રોટોકોલમાં ફેરફાર કર્યા છે. તેનું એપ્‍લીકેશન-લિંક સોફ્‌ટવેર હવે શોધી કાઢશે કે શું ઉમેદવારનું નામ અને જન્‍મ તારીખ એક -યાસથી બીજામાં બદલાય છે. ઈકોનોમિક ટાઈમ્‍સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કમિશને ઉમેદવારોને યુનિફોર્મ ઓપરેટિંગ મોડ દ્વારા પ્રયાસ મર્યાદાનું ઉલ્લંઘન કરતા રોકવા માટે તેની કાયદાની બુક પણ કડક કરી છે.

(3:48 PM IST)