News of Monday, 9th September 2024
કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે પહેલી ડીબેટ ૧૧ સપ્ટેમ્બરેઃ ૯૦ મીનીટની ડીબેટ માટે નક્કી કરાયા નિયમો

વોશીંગ્ટન તા. ૯: નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચુંટણીના ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રેમ્પ પોતાના પહેલા ટીવી ડીબેટ શોમાં આમને સામને આવશે. આ ડીબેટ પર આખા વિશ્વની નજર છે. આ બીજી પ્રેસીડેન્શીયલ ડીબેટ છે, પહેલી ડીબેટ જૂનમાં ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે થઇ હતી, ડીબેટમાં કથિત હાર પછી બાઇડન ચુંટણીની રેસમાંથી પાછા હટી ગયા હતા અને કમલા હેરિસ ડેમોક્રેટ ઉમેદવાર બન્યા હતા.
ડીબેટ પહેલા જ ટ્રમ્પે ફરીથી કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો અવૈધ પ્રવાસીઓને બહાર કાઢશે અને ચુંટણી ગેરરીતિમાં સામેલ લોકો સામે કેસ ચલાવશે. (૭.૩૧)
ડીબેટ માટે બનાવાયેલ નિયમો
જ્જ ફિલાડેલ્ફીયાના નેશનલ કોન્સ્ટીટયુશન સેન્ટરમાં સ્થાનિક સમયાનુસાર મંગળવારે રાત્રે ૯.૦૦ વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવારે સવારે ૬.૩૦ વાગ્યે) ડીબેટ થશે.
જ્જ ડીબેટ ૯૦ મીનીટ ચાલશે. પ્રશ્ન પુછવાની અનુમતિ માત્ર મોડરેટરને જ રહેશે. ડીબેટવાળા રૂમમાં કોઇ દર્શક હાજર નહીં રહે.
જ્જ જયારે એક ઉમેદવાર બોલશે ત્યારે બીજાનું માઇક્રોફોન મ્યુટ કરી દેવાશે. દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે બે મિનીટ મળશે.
જ્જ બન્ને ઉમેદવારો સમગ્ર ડીબેટ દરમ્યાન પોડીયમ પાછળ ઉભા રહેશે. બન્નેને પેન, કાગળ અને પાણીની બોટલ આપવામાં આવશે. ડીબેટનું સમાપન કરવા માટેનો ટોસ ટ્રમ્પ પેલા જ જીતી ચૂકયા છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
