News of Monday, 9th September 2024
લાકડાના વ્હેરમાં ઉગાડયા છોડ-ઝાડઃબી ટેક થયેલ યુવકનો અનોખો પ્રયોગ
છત અને બાલ્કનીમાં વધશે હરિયાળી અને વજન પણ ઓછું : વ્હેરમાં ઉગાડેલ વૃક્ષને સરળતાથી ઉંચકીને દેખાડી રહ્યા છે પ્રવીણ સુવાલકા

કોટા તા. ૯: માટી અને ખાતર વગર વૃક્ષ કે છોડની કલ્પના પણ ના થઇ શક.ે. પણ કોટાના એક એન્જીનીયર પ્રવીણ સુવાલકાએ નવતર પ્રયગ કરીને લાકડાના વ્હેરમાં રોપાઓ લગાવ્યા હતા. અત્યારે પ્રવીણના ઘરે વ્હેરમાં ઉગાડેલા ૧ર-૧૩ ફુટ ઉંચા વૃક્ષો ઉભા છે. બી ટેક એન્જીનીયર પ્રવીણ કહે છે સુકી ડાળીઓ અને સુકા પાંદડાઓના ઢગલામાં વનસ્પતિ ઉગી જાય છે, તેનાથી પ્રેરિત થઇને તેણે ડ્રમમાં વ્હેર ભરીને આમલી-વડના ટોપ લગાવ્યા હતા.
પ્રવીણ જણાવે છે કે વ્હેરમાં માટીથી સાતગણું ઓયછું વજન હોય છે. એટલે વધારે કુંડાઓ અને છોડનું વજન પણ છત પર નથી થતું. બીજું, કુંડાઓને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે. તેમાં પાણી પણ ઓછું આપવું પડે છે. પ્રવીણનું કહએવું છે કે વરાન જમીનવાળી જગ્યાઓએ આ ટેકનીક ઉપયોગી થઇ શકે છે. સાથે જ ફર્નીચર બનાવવા દરમ્યાન નીકળતો વુડન વેસ્ટ (વ્હેર) પણ ઉપયોમાં આવવા લાગશે.
નિષ્ણાંતો અનુસાર, માટીમાં નાઇટ્રોજન, ફોસ્કફરસ, પોટેશ્યમ, કેલ્શીયમ, મેગ્નેશ્યમ અને સલ્ફર જેવા પોક્ષક તત્વો હોય છે. આવી જ રીતે લાકડામા઼ પણ પ૦ ટકા કાર્બન, ૪ર ટકા ઓકસૃીજન, કેલ્શીયમ, મેગ્નેશ્યામ જેવા તત્વજો હોય છે, જે વૃક્ષ-છોડીને ઉછેરવામાં સહયોગી છે. (૭.૩૪)
આવી રીતે લગાવો છોડ
જે ડ્રમ અથવા કુંડામાં રોપ લગાડવો હોય તેના તળીયે ચાર કાણાં કરી લોઃ વેન્ટીલેશન અને વધારે પાણી થઇ જાય તો તેના નિકાસ માટે કાણાં જરૂર છે. કાણા એટલા મોટા ના હોવા જોઇએ કે લાકડાનો વ્હેર બહાર નીકળવા લાગે. પછી કુંડા અથવા પાત્રને વ્હેરથી ભરી દો, બે ત્રણ મુઠ્ઠી વર્મી કંપોઝડ નાખી દો. જરૂરિયાત અનુસાર, ચાર થી પાંચ મહીને વર્મી કંપોઝડ નાખતા રહો. તેનાથી છોડનો ગ્રોથ સારો થશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
