<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ખોળામાં બેસાડી, બધાની સામે મરજી વિરુદ્ધ કિસ કરી

પશ્‍ચિમ બંગાળ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની અભિનેત્રીએ ફિલ્‍મ ડિરેક્‍ટર અરિંદમ સિલ પર જાતિય સતામણીનો આરોપ મૂકયો

કોલકતા, તા.૯: કેરળ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં શરૂ થયેલો મીટુ અભિયાન (Me Too)ના પડઘા કોલકાતામાં પણ પડ્‍યા છે. પશ્‍ચિમ બંગાળ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની અભિનેત્રીએ પણ ફિલ્‍મ ડિરેક્‍ટર અરિંદમ સિલ પર જાતિય સતામણીનો આરોપ મૂકયો છે. અભિનેત્રીએ આરોપ મૂકયો છે કે, ફિલ્‍મ ડિરેક્‍ટર પહેલાં તેને ખોળામાં બેસવાનુ કહ્યું, બાદમાં તેની મરજી વિના તેને કિસ કરી લીધી. તેનો દાવો છે કે, તે દરમિયાન સેટ પર ઘણા લોકો ઉપસ્‍થિત હતી, તે બધા આ જોઈને હાંસી ઉડાવી રહ્યા હતા.

અભિનેત્રીએ ડિરેક્‍ટર અરિંદમ સિલએ કોલકાતા કાંડાન વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતાં હેરાની દર્શાવી હતી. બાંગ્‍લાદેશી અભિનેત્રીએ હવે ર્અીા મામલે કાનૂની મદદ લેવાનો નિર્ણય લીધો છે. પશ્‍ચિમ બંગાળ મહિલા આયોગની અધ્‍યક્ષ લીના ગંગોપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે, અભિનેત્રીનું કહેવુ છે કે, તેનું જાહેરમાં અપમાન કરવામાં આવ્‍યું હતું, જેથી ડિરેક્‍ટરે જાહેરમાં જ માફી માગવી પડશે. આ આરોપ બાદ અરિંદમ સિલને ડિરેક્‍ટર એસોસિએશનમાંથી બરખાસ્‍ત કરવામાં આવ્‍યો છે.

સુત્રો અનુસાર, આ ઘટના ૩ એપ્રિલના ‘એકટી ખુનીર સંધાને મિટિન' ફિલ્‍મના સેટ પર બની હતી. અભિનેત્રીએ જણાવ્‍યું હતું કે, ‘ડિરેક્‍ટરે મને પહેલાં ખોળા પર બેસવા કહ્યં, અને મેં ના પાડી તો આદેશ કરતાં કહ્યું, ‘હું કહું છું ને, બેસી જા'. આ દબાણના કારણે હું ખોળામાં બેસી ગઈ. બાદમાં તુરંત જ ડિરેક્‍ટરે મારા ગાલ પર કિસ કરી દીધી. હું કંઈ જ સમજી શકી નહીં, સ્‍તબ્‍ધ થઈ ગઈ હતી. જ્‍યારે બીજી બાજુ આસપાસ ઉભેલા લોકો હસી રહ્યા હતા. બાદમાં ડિરેક્‍ટરે સામો સવાલ કર્યો કે, ‘કેમ તને મજા ન આવી?'

ડિરેક્‍ટરે ઘટનાને આક્‍સ્‍મિક દર્શાવી હતી કે, આ બધુ અચાનક બની ગયુ હતું. અભિનેત્રીએ તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તે કઈ ઘટના પર કહી રહ્યા છે કે, આ આક્‍સ્‍મિક હતું, વાસ્‍તવમાં તે બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. જો મારી સમક્ષ માફી માગ્‍યા બાદ પણ તે આમ કરી રહ્યા છે તો, મારે કાયદાની મદદ લેવી પડશે. પ્રોડક્‍શન હાઉસે મને મારી સુરક્ષાની ખાતરી આપી છે કે, આ પ્રકારની ઘટના ફરી કયારેય નહીં બને. જેથી મેં શુટિંગ રોકી ન હતી.

અભિનેત્રીએ પશ્‍ચિમ બંગાળ મહિલા આયોગ સમક્ષ જુલાઈમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી ૨૧ જુલાઈએ થઈ હતી. આ મામલે સિલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો કે, મારા મગજમાં કશું જ નથી, હું અંતરાત્‍માથી સંપૂર્ણપણે સાફ છું. જો આ અજાણતાં જ બનેલી ઘટનાથી તેને ઠેસ પહોંચી છે, તો હું માફી માગુ છું. મેં બધું સમય પર છોડી દીધુ છે. લોકોને અધિકાર છે કે, તેઓ કંઈ પણ બોલી શકે છે.

(4:20 PM IST)