<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

૧૮,૨૫ કે ૩૫+...કઇ ઉંમરમાં મહિલાઓ સૌથી વધારે એનર્જેટિક ફીલ કરે છે ?

ઉંમર સાથે હોર્મોનલ બદલાવ- રિલેશનશિપ સ્‍ટેટસ, પર્સનલ અનુભવ અને ફિટનેસ બધું એકબીજા સાથે જોડાયેલું છે

નવી દિલ્‍હી, તા.૯: મહિલાઓની ઉંમર અને તેમની ઇચ્‍છાને લઇને મોટાભાગના પુરુષો કન્‍ફયૂઝ રહે છે. કઇ ઉંમર અને કયા સમયે કોઇ મહિલા સૌથી વધારે ઉર્જાવાન રહે છે તેને લઇને ચોક્કસપણે તો કંઇ કહી ન શકાય, પરંતુ, ઘણી રિસર્ચ જણાવે છે કે તેમની આ ઉર્જા ૫૦ની ઉંમર સુધી જળવાઇ રહે છે.વર્તમાન સમયમાં મહિલા-પુરુષ બંને માટે ફિટ રહેવું એક મોટો પડકાર છે. આપણે ફિટનેસ માટે શું નથી કરતાં. આપણે સારા ડાયેટની સાથે સ્‍ટ્રેસ ફ્રી લાઇફ અને વર્કઆઉટ પર ભાર આપીએ છીએ. પરંતુ આપણી ઉંમરનો પણ એક મહત્ત્વનો રોલ હોય છે. આપણે આધેડ ઉંમરમાં જ એક યુવાનની જેમ એનર્જેટિક નથી રહી શકતાં. જો કે, મહિલાઓ અને પુરુષો બંનેની ફિટનેસ અલગ-અલગ હોય છે. બંનેના શરીરની રચના સંપૂર્ણ રીતે અલગ હોય છે. ખરેખર, મહિલાઓની આખી બોડી પુરુષો માટે એક રહસ્‍ય છે. તેમની ઇચ્‍છા, તેમના વિચાર, તેમની ખુશી, તેમનો આનંદ તેમની દરેક વસ્‍તુ અલગ છે. આ એક સામાન્‍ય ધારણા છે કે મહિલાઓની ઇચ્‍છા અને તેમના વિચારને સમજવા લોઢાના ચણા ચાવવા સમાન છે. જો કે હાલ આપણે મહિલાઓની ફિટનેસ, તેમની એનર્જી અને તેમની ઉંમરને લઈને વાત કરીશું.

પ્રેક્‍ટો ડોટ કોમ પર ડોક્‍ટર અમિત નેલે લખે છે કે, મહિલાઓની એનર્જી અને ઉંમર વચ્‍ચે સીધો કોઈ સંબંધ નથી. તેને કોઈ અન્‍ય ફેક્‍ટર પ્રભાવિત કરે છે. તેમાં ઉંમર સાથે હોર્મોનલ બદલાવ. રિલેશનશિપ સ્‍ટેટસ, પર્સનલ અનુભવ અને ફિટનેસ બધું એકબીજા સાથે જોડાયેલું છે. મહિલાઓની અનર્જી વિશે એક જનરલ વાત દરેક મહિલા પર લાગુ નથી થતી. જો કે, તેને કોઈ એક ગ્રુપ પ્રમાણે વહેંચી શકાય છે.

કોઈપણ યુવતી ૧૮થી ૨૦ વર્ષની ઉંમરમાં એનર્જીથી ભરપૂર હોય છે. આ ઉંમરમાં તેની અંદર એક પ્રકારની જિજ્ઞાસા હોય છે. તે જ જિજ્ઞાસાને યુવતીઓ પૂરી કરવા માગે છે. તેવામાં તે આ ઉંમરમાં અનેક પ્રકારની વસ્‍તુઓનો અનુભવ લેવા માગે છે. જો કે, અહીં જણાવી દઈએ કે, દરેક વસ્‍તુ અને માહોલ અનુકૂળ હોય ત્‍યારે જ આ પ્રકારની જિજ્ઞાસાની આશા રાખી શકાય છે. આવું યુવકોમાં પણ જોવા મળે છે. યુવાનો આ ઉંમરમાં સૌથી વધારે વળદ્ધ થઈ જાય છે.

૨૦થી ૩૫ની ઉંમર : સામાન્‍ય રીતે મહિલાઓ આ ઉંમરમાં સૌથી વધારે ઉર્જાવાન ફીલ કરે છે. તે લાઈફમાં ઘણી હદ સુધી સેટલ થઈ ચૂકી હોય છે. તેનો લાઈફ પાર્ટનર હોય છે. તે મળીને સપના જુએ છે. તેવામાં લાઈફ પાર્ટનર સાથે મળીને તેમની સ્‍ટ્રગલ એકદમ ખૂબસૂરત બની જાય છે. તે એકબીજાની એનર્જીનોસ્ત્રોત બને છે. તેવામાં તેમની ઉર્જાવાન હોવું સ્‍વાભાવિક છે. જો કે, અહીં પણ અપવાદ છે. પાર્ટનર સાથે ખટપટ કે કોઈ વિવાદ જીવનને નર્ક બનાવી દે છે.

૩૫થી ૪૫ની ઉંમર : મહિલાઓ માટે ૩૫ પ્‍લસની ઉંમર લાઈફનો ગોલ્‍ડન ટાઈમ હોય છે. ૪૦ પછીની ઉંમરમાં મહિલાઓ મેનોપોઝ તરફ આગળ વધે છે. તે લાઈફમાં પૂરી રીતે સેટલ થઈ ચૂકી હોય છે. તે અને તેનો લાઈફ પાર્ટનર એકબીજાના પૂરક બની ચૂકયા હોય છે. આ દરમિયાન તેમની બોડીમાં એકવાર ફરીથી મોટો હોર્મોનલ ચેન્‍જ આવે છે. તેનાથી તેમની એનર્જી પર પણ અસર પડે છે. પરંતુ ઘણી રિસર્ચમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, જો પરિવારમાં ખુશી અને આનંદ હોય, મહિલાના જીવનમાં આનંદ હોય તો તે ઘણીવાર તે આ ઉંમરમાં પણ ખૂબ જ એનર્જેટિક ફીલ કરે છે.

તેમની ઉર્જા ઘણીવાર કોઈ યુવતી જેવી હોય છે. માત્ર શરત એ છે કે તે ફીલ થવું જોઈએ કે, તેમને લાઈફે દરેક વસ્‍તુ આપી છે. તેમાં લાઈફ પાર્ટનરનો સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. તેવામાં ઘણી રિસર્ચમાં જાણવા મળ્‍યું છે કે, ૪૫થી ૫૦ની ઉંમરમાં મેનોપોઝ બાદ ઘણી મહિલાઓ ઉર્જાવાન ફીલ કરે છે અને તે પાર્ટનર સાથે સંબંધ બાંધવામાં બરાબર ભાગીદાર બને છે.

(4:22 PM IST)