<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

રાષ્‍ટ્રપતિ બાઇડને ૪ વર્ષમાં લીધી પ૩ર રજા

સરેરાશ અમેરિકનને એક વરસમાં માત્ર ૧૧ રજા મળે છે.

વોશીંગ્‍ટન તા. ૯: રિપબ્‍લીકન નેશનલ કમિટીના વિશ્‍લેષણથી જાણવા મળે છે કે રાષ્‍ટ્રપતિ જો બાઇડને પોતાના કાર્યકાળ દરમ્‍યાન ઘણો સમય રજાઓમાં વ્‍યતિત કર્યો છે.

૮૧ વર્ષના બાઇડને ૪ વર્ષથી પણ ઓછા સમયમાં પ૩ર દિવસની રજાઓ લીધી છે, જે સમગ્ર કાર્યકાળના ૪૦ ટકા જેટલી છે, જયારે સરેરાશ અમેરિકન નાગરિકને વર્ષમાં ૧૧ અને ઘરેલું પડકારોના આ સમયમાં રાષ્‍ટ્રપતિની આટલી બધી રજાઓ અયોગ્‍ય છે.

પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાના કાર્યકાળનો ર૬ ટકા હિસ્‍સો ખાનગી પ્રવાસોમાં વિતાવ્‍યો હતો, રાષ્‍ટ્રપતિ બાઇડનની ૪૦ ટકા રજાઓ તેનાથી કયાંય વધારે છે. રોનાલ્‍ડ રીગન અને બરાક ઓબામાએ બે કાર્યકાળમાં માત્ર ૧૧ ટકા રજાઓ લીધી હતી અને જીમ્‍મી કાર્ટરે પોતાના એક કાર્યકાળમાં ૭૯ દિવસ રજા લીધી હતી.

(4:29 PM IST)