તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th September 2024
ચિકનપોક્સ વાયરસ પર કેન્દ્રએ કોરોના જેવી ચેતવણી જારી કરી! એરપોર્ટ સર્વેલન્સ; આઇસોલેશન અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર સલાહ : આફ્રિકામાં તબાહી મચાવતા Mpox વાયરસે ભારત સરકારની ચિંતા વધારી દીધી
વિશ્વભરમાં એમપોક્સના કુલ 102,997 કેસ છે આફ્રિકાના દેશો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે વિશ્વભરમાં વાયરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યા છે

નવી દિલ્હી તા.૯ : આફ્રિકામાં તબાહી મચાવતા Mpox વાયરસે ભારત સરકારની ચિંતા વધારી દીધીછે. જો કે, દેશમાં હજી સુધી એક પણ પુષ્ટિ થયેલ કેસ નોંધાયો નથી. કેન્દ્રએ તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આ અંતર્ગત શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટિંગ, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ અને આઇસોલેટ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એરપોર્ટ પર પણ દેખરેખ વધારવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
દિલ્હીમાં એમપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ એડવાઈઝરી જારી કરી છે. એરપોર્ટ પર પણ તકેદારી વધારવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
