News of Monday, 9th September 2024
ધ કંદહાર હાઇજેક' નવી કાનૂની મુશ્કેલીમાં ફસાયું, હવે ANIએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો; દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા
ANIએ આરોપ લગાવ્યો છે કે વેબ સિરીઝમાં તેના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે કોઈએ એજન્સી પાસેથી મંજૂરી લીધી નથી

નવી દિલ્હી તા.૯ : વેબ સીરિઝ IC814 ધ કંદહાર હાઇજેક હવે આતંકવાદીઓના હિંદુ નામો બાદ નવા કાયદાકીય વિવાદમાં ફસાઈ છે. ન્યૂઝ એજન્સી ANI એ વેબ સિરીઝ IC814 ધ કંદહાર હાઇજેકના નિર્માતા અને નોટિસ સામે કોર્ટનો સંપર્ક કર્યો છે. ANIની ફરિયાદ પર દિલ્હી હાઈકોર્ટે Netflix અને વેબ સિરીઝના નિર્માતાઓને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો છે.
કંદહાર પ્લેન હાઇજેક પર આધારિત વેબ સિરીઝ 'IC814: ધ કંદહાર હાઇજેક' હવે આતંકવાદીઓના હિન્દુ નામ બાદ નવા કાયદાકીય વિવાદમાં ફસાઇ ગઇ છે. ન્યૂઝ એજન્સી ANI 'IC814: ધ કંદહાર હાઈજેક'ના નિર્માતાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી છે. ન્યૂઝ એજન્સીએ Netflix અને વેબ સિરીઝના નિર્માતાઓ પર કોપીરાઈટ અને ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
ન્યૂઝ એજન્સી ANIના વકીલે સોમવારે કહ્યું, ANIએ આરોપ લગાવ્યો છે કે વેબ સિરીઝમાં તેના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે કોઈએ એજન્સી પાસેથી મંજૂરી લીધી નથી.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
