News of Monday, 9th September 2024
વિશ્વમાં આ વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ ક્યારે :શું ભારતમાં જોવા મળશે? ;જાણો આ ખગોળીય ઘટનાની તારીખ અને સમય
ગ્રહણની કૂલ અવધિ 4 કલાક 6 મિનિટ રહેશે:અનેક વિદેશી અંતરિક્ષ એજન્સીઓ અને અન્ય ખગોળીય ઘટનાઓ પર નજર રાખનારી વેબસાઈટ સીધુ પ્રસારણ કરશે

નવી દિલ્હી :વિશ્વભરમાં ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણને હંમેશા ખૂબ જ ઉત્સુકતાથી જોવામાં આવે છે. આ વર્ષે બે ચંદ્રગ્રહણ છે. અને આ પૈકી એક ચંદ્રગ્રહણ 25 માર્ચ,2024ના રોજ લાગી ચુક્યા છે. હવે બીજુ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ લાગશે.
આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે, જે વિશ્વના અનેક ભાગોમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોની માહિતી પ્રમાણે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાં સીધી રેખામાં આવી જાય છે અને તેને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને લીધે ચંદ્રમા પર પડતો નથી. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહે છે.
વર્ષના બીજા ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે 6:11 વાગે લાગશે. આ ચંદ્રગ્રહણ 10:17 વાગે પૂરું થશે. આ ગ્રહણની કૂલ અવધિ 4 કલાક 6 મિનિટ રહેશે. આ દરમિયાન અનેક વિદેશી અંતરિક્ષ એજન્સીઓ અને અન્ય ખગોળીય ઘટનાઓ પર નજર રાખનારી વેબસાઈટ સીધુ પ્રસારણ કરશે.
વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ શરૂઆતમાં ભારતના મુંબઈ સહિત કેટલાક પશ્ચિમી શહેરોમાં જોઈ શકાશે. જોકે તેની સંભાવના ખૂબ જ ઓછી છે. ત્યારબાદ ચંદ્રમાં ક્ષિતિજની નીચી આવી જશે. આ સંજોગોમાં તે ભારતમાં દેખાવાનું બંધ થઈ જશે. તેને લીધે વર્ષના બીજા ચંદ્ર ગ્રહણની ભારતમાં કોઈ અસર જોવા મળશે નહીં.
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ યુરોપ, એશિયાના કેટલાક ભાગોમાં, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાન્ટીક, હિંદ મહાસાગર, આર્કટીક, એન્ટાર્કટીકા સહિતના વિસ્તારોમાં જોવા મળશે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
