<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

પાકિસ્તાન સાથે વાતચીત માટે ભારત તૈયાર છે ! : શાહબાઝ સરકારે પુરી કરવી પડશે રક્ષા મંત્રી રાજનાથ સિંહની આ શરત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું પડોશી દેશો સાથે સંબંધો સુધારવા કોણ નથી ઈચ્છતું? જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો ભારત તેની સાથે વાતચીત માટે તૈયાર છે.

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે (8 સપ્ટેમ્બર) કહ્યું કે કેટલાક લોકો પાકિસ્તાન સાથે વાતચીતની વાત કરે છે. જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો ભારત તેની સાથે વાતચીત શરૂ કરવા તૈયાર છે.

  બનિહાલ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. પડોશી દેશો સાથે સંબંધો સુધારવા કોણ ન ઈચ્છે? કારણ કે હું વાસ્તવિકતા જાણું છું કે તમે તમારા મિત્રને બદલી શકો છો, પરંતુ તમારા પાડોશીને નહીં 

   કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ પહેલા તેમણે આતંકવાદને રોકવો પડશે. રક્ષા મંત્રીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનું બંધ કરશે ત્યારે ભારત તેની સાથે વાતચીત શરૂ કરશે 

    આ દિવસોમાં સંરક્ષણ પ્રધાન જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો શિકાર બનેલા 85 ટકા લોકો મુસ્લિમ હતા. કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામાન્ય હતી. શું આતંકવાદી ઘટનાઓમાં હિન્દુઓની હત્યા થઈ રહી હતી? હું ગૃહમંત્રી રહ્યો છું અને હું જાણું છું કે આતંકવાદી ઘટનાઓમાં મુસ્લિમોએ સૌથી વધુ જીવ ગુમાવ્યા છે. 

     રેલીમાં બોલતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના રહેવાસીઓને ભારત આવવા અને તેનો ભાગ બનવા કહ્યું છે. તેણે પીઓકેના રહેવાસીઓને કહ્યું કે અમે તમને અમારા માને છે જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે.

(11:06 PM IST)