<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ગોરી છોકરી જોઈને યુવકે લગ્ન કર્યાઃ સુહાગરાતમાં મેકઅપ ઉતાર્યો તો ડરી ગયો, છુટાછેડા માટે કોર્ટમાં પહોંચ્‍યો

યુવકે સુહાગરાતના સમયે જેવો દુલ્‍હનનો ઘૂંઘટ ઉઠાવ્‍યો કે તેનો હોશ ઉડી ગયા

આગરા,તા.૧૦: ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જયાં એક યુવક પોતાની નવી દુલ્‍હનના રંગને જોઈને ગુસ્‍સે થઈ ગયો અને કોર્ટનો દરવાજો ખખડાવ્‍યો હતો. આ આખો કિસ્‍સો સિકંદરા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારનો છે. યુવકે પહેલા તો યુવતીનો ગોરો રંગ જોઈને લગ્ન કર્યા, પણ જયારે લગ્ન થઈ ગયા અને સુહાગરાત પર દુલ્‍હનનો અસલી રંગ સામે આવતા વરરાજો ગુસ્‍સાથી લાલ થઈ ગયો હતો.

યુવકે સુહાગરાતના સમયે જેવો દુલ્‍હનનો ઘૂંઘટ ઉઠાવ્‍યો કે તેનો હોશ ઉડી ગયા. યુવક હવે આ મામલે પરિવાર પરામર્શ કેન્‍દ્રમાં પહોંચ્‍યો છે. યુવકે લગ્ન બાદ પત્‍નીના રંગને લઈને વાંધો ઉઠાવ્‍યો અને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી. યુવકે આરોપ લગાવ્‍યો છે કે, લગ્ન પહેલા છોકરીને મેકઅપના થપેડા મારીને ગોરી કરી દેવામાં આવી, જયારે તેનો અસલી રંગ તો કાળો હતો. યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું અનુભવી રહ્યો છે.

યુવક પોતાની પત્‍નીના રંગને લઈને સતત ઝઘડા કરી રહ્યો હતો અને પત્‍નીને સાથે રાખવાની ના પાડવા લાગ્‍યો. મીડિયા રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, પરિવાર પરામર્શ કેન્‍દ્રના કાઉન્‍સેલરે જણાવ્‍યું કે, બંને પક્ષના કાઉન્‍સેલિંગ કર્યા અને યુવકને સમજાવ્‍યો છે. જોકે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ આપવામાં આવી છે. કાઉન્‍સેલરે જણાવ્‍યું કે, પતિનું કહેવું છે કે, તેને તેની પત્‍નીના અસલી રંગની જાણ લગ્ન બાદ થઈ. જો પહેલાથી ખબર હોત તો લગ્ન કરત જ નહીં. આ કિસ્‍સાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.

(9:34 AM IST)