<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

હવે છેલ્લા 5 દિવસ બાકી :મફતમાં આધાર કાર્ડ અપડેટની ઓફર:જલ્દી કરો પછી નહીં મળે તક

યુઝર્સ ફ્રી આધાર અપડેટ માટે My Aadhaar પોર્ટલનો ઉપયોગ કરી શકે:આ ઓનલાઈન સર્વિસમાં 14 સપ્ટેમ્બર સુધી મફત આધાર કાર્ડ અપડેટની સુવિધા

નવી દિલ્હી:જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તેને 14 સપ્ટેમ્બર 2024ની ડેડલાઈન પહેલા ઓનલાઈન અપડેટ કરી લેવું જોઈએ. મતલબ કે તમારી પાસે મફત આધાર કાર્ડ અપડેટ માટે 5 દિવસનો સમય બચ્યો છે. જો કોઈ આ સમયમર્યાદા પછી આધાર કાર્ડ અપડેટ કરે છે, તો 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. UIDAI દ્વારા મફત આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખને લંબાવીને 14 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી હતી. અગાઉ, મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન, 2024 હતી

  UIDAIના ઓફિશિયલ X હેન્ડલ પર કરવામાં આવેલી ટ્વીટ અનુસાર, યુઝર્સ ફ્રી આધાર અપડેટ માટે My Aadhaar પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ ઓનલાઈન સર્વિસમાં 14 સપ્ટેમ્બર સુધી મફત આધાર કાર્ડ અપડેટની સુવિધા આપવામાં આવી રહી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મફત આધાર અપડેટની સુવિધા માત્ર ઓનલાઈન મોડમાં જ ઉપલબ્ધ છે. એવામાં જો તમે ઓફલાઇન મોડમાં આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તમારે પહેલાની જેમ 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

   આધારકાર્ડ માટે જરૂરી દસ્તાવેજોમાં રાશન કાર્ડ ,મતદાર ઓળખ કાર્ડ,રહેઠાણનું પ્રમાણપત્ર,જન આધાર,MNREGA/NREGS જોબ કાર્ડ,શ્રમ કાર્ડ,ભારતીય પાસપોર્ટ, PAN/e-PAN કાર્ડ, CGHS કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ

    જો તમારી પાસે આ માન્ય દસ્તાવેજ નથી, તો તમે તેની જગ્યાએ અન્ય દસ્તાવેજનો ઉપયોગ કરી શકો છો. આમાં વીજળી, પાણી, ગેસ અથવા ટેલિફોન/મોબાઈલ/બ્રૉડબેન્ડ બિલનો સમાવેશ થાય છે. જો કે, આ બધા 3 મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ. આ સિવાય બેંક અને પોસ્ટ ઓફિસ પાસબુકનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય હોમ રજિસ્ટ્રીનો ઉપયોગ કરી શકાય છે. 

 

ઘરે બેઠા આધાર અપડેટ કરો UIDAI વેબસાઇટ myaadhaar.uidai.gov.in/ પર.Update Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.આધાર નંબર અને OTP દાખલ કરીને લોગઇન કરો.Document Update પર ક્લિક કરો અને પછી Verify ઓપ્શન પર ટેપ કરો.ડ્રોપ ડાઉન મેનૂમાં ઓળખ કાર્ડ અને સરનામાનો પુરાવો સ્કેન અપલોડ કરો.આ બધું કર્યા પછી Submit દેખાશે, જેના પર ક્લિક કરો.પછી રિક્વેસ્ટ નંબર જનરેટ થશે.આ રીતે આધાર થોડા દિવસોમાં અપડેટ થઈ જશે.

(1:33 PM IST)