<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

એપલે i Phone 16 અને 16Pro સીરીઝ લોન્‍ચ : કરી : જાણો કિંમત

કંપનીએ Apple Watch Series 10, Apple Watch Ultra 2 અને Apple Airpods 4 પણ લોન્‍ચ કરી

નવી દિલ્‍હી, તા. ૧૦ :   એપલે મધરાત્રે iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ લૉન્‍ચ કરી દીધી છે. આ સિવાય કંપનીએ Apple Watch Series 10, Apple Watch Ultra 2 અને Apple AirPods 4 પણ લોન્‍ચ કરી છે.

iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ સંપૂર્ણપણે નવી સ્‍ટાઈલમાં લોન્‍ચ કરવામાં આવી છે. તે એકદમ નવી ડિઝાઇન, નવું એક્‍શન બટન, અપગ્રેડેડ કેમેરા અને આકર્ષક કલર વેરિઅન્‍ટ ધરાવે છે. તેની શરૂઆતી કિંમત ૭૯,૯૦૦ રૂપિયા છે.

iPhone 16 અને iPhone 16 Plus પાંચ કલર વેરિઅન્‍ટમાં લોન્‍ચ કરવામાં આવ્‍યા છે, જે Ultramarine, Teal, Pink, White અને Black છે. તેમાં ૧૨૮GB, ૨૫૬GB અને ૫૧૨GB સ્‍ટોરેજનો વિકલ્‍પ છે. iPhone ૧૬ની શરૂઆતની કિંમત (૧૨૮ ઞ્‍ગ્‍)૭૯,૯૦૦ રૂપિયા અને iPhone ૧૬ Plusની શરૂઆતની કિંમત (૧૨૮ GB)૮૯,૯૦૦ રૂપિયા છે. iPhone ૧૬ના ૫૧૨GB વેરિઅન્‍ટની કિંમત ૧,૦૯,૯૦૦ રૂપિયા હશે. iPhone 16 Plusના ૨૫૬GB વેરિઅન્‍ટની કિંમત રૂ. ૯૯,૯૦૦ અને ૫૧૨ઞ્‍ગ્‍ વેરિઅન્‍ટની કિંમત ૧,૧૯,૯૦૦ રૂપિયા હશે.

iPhone 16 Pro (128GB)ની પ્રારંભિક કિંમત રૂ. ૧૧૯૯૦૦, ૨૫૬ GB વેરિઅન્‍ટની કિંમત રૂ. ૧૨૯૯૦૦ અને 512 GB વેરિઅન્‍ટની કિંમત રૂ. ૧૪૯૯૦૦ તેમજ ૧ TB વેરિઅન્‍ટની કિંમત ૧૬૯૯૦૦ રૂપિયા હશે. iPhone 16 Pro Max (256GB)ની શરૂઆતી કિંમત રૂ. ૧૪૪૯૦૦, ૫૧૨ઞ્‍ગ્‍ વેરિઅન્‍ટની કિંમત ૧૬૪૯૦૦ રૂપિયા તો ૧વ્‍ગ્‍ વેરિઅન્‍ટની કિંમત ૧,૮૪,૯૦૦ રૂપિયા હશે.તમને iPhone 16માં 6.1-ઇંચની ડિસ્‍પ્‍લે અને iPhone 16 Plusમાં 6.7-ઇંચની ડિસ્‍પ્‍લે મળશે. સ્‍ક્રીનની બ્રાઇટનેસ ૨૦૦૦ Nits છે. જેમાં તમારી પાસે કેમેરા કેપ્‍ચર બટન છે, જેની મદદથી તમે એક ક્‍લિકમાં કેમેરાને એક્‍સેસ કરી શકશો. આ સિવાય યુઝર્સ ફોટો પણ ક્‍લિક કરી શકશે.

iPhone 16 સીરીઝમાં A18 ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ પ્રોસેસર માત્ર સ્‍માર્ટફોન સાથે જ નહીં પરંતુ ઘણા ડેસ્‍કટોપ સાથે પણ સ્‍પર્ધા કરી શકે છે. તેમાં એપલ ઈન્‍ટેલિજન્‍સનું ફીચર છે, જેની સાથે પ્રાઈવસીનું પણ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે

(1:45 PM IST)