<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

દેશની ‘ટૂકડે-ટુકડે' ગેંગના નેતા છે રાહુલ ગાંધીઃ ભાજપા

ચીનના વખાણ કરતા રાહુલના સ્‍ટેટમેન્‍ટ પર ભાજપના ચાબખા

નવી દિલ્‍હીઃ ભાજપાએ વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીના અમેરિકામાં અપાયેલ બયાન બાબતે નિશાન તાક્‍યુ છે. પક્ષના રાષ્‍ટ્રીય પ્રવકતા પ્રેમ શુકલએ કહ્યુ છે કે રાહુલ ગાંધી જે પ્રકારે વિદેશની ધરતી પર જઇને ચીનના વખાણ અને ભારતની નિંદા કરે છે તેનાથી ફરી એક વાર એ સાબિત થયુ છે કે તેઓ ચીનના દાન પર પોષાઇ રહેલ ભારત વિરોધી એક મોહરાથી વિશેષ કંઇ નથી.

તેમણે કહ્યુ કે ચીનનો બેરોજગારી દર ૧૭ ટકાથી વધારે છે પણ રાહુલ ગાંધી કહે છે ચીનમાં બેરોજગારી છે જ નહીં. જે રીતે રાહુલ ગાંધી સતત ભાગલાવાદી સ્‍ટેટમેન્‍ટો આપે છે. વિભાજનકારી ગતિવિધીઓ સાથે જોડાયેલ રહે છે. ભારત અને આરએસએસની બુરાઇ કરે છે. તથા વડાપ્રધાન મોદીની ટીકા કરવામાં પોતાને ધન્‍ય માને છે. તેનાથી એ સાબિત થાય છે કે તેઓ આજે પણ દેશના ભાગલાવાદી તત્‍વો સાથે મળેલા છે અને ટુકડે-ટુકડે ગેંગનું નેતૃત્‍વ કરી રહ્યા છે. (૨૨.૨૬)

(3:16 PM IST)