News of Tuesday, 10th September 2024
દેશનું શાસન દેશની ભાષામાં ચાલે તેના માટે અમે કર્યા પ્રયાસોઃ અમિતભાઇ
ગૃહપ્રધાન અમિતભાઇ સર્વસંમતિથી ફરી બન્યા સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ સર્વસંમતિથી ફરી એકવાર સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે. નવી સરકારની રચના પછી સોમવારે અહીં સંસદીય રાજભાષા સમિતિન પુર્નરચના માટે થયેલ બેઠકમાં તેમને ફરીથી આ પદ માટે ચૂંટવામાં આવ્યા. ૨૦૧૯ થી ૨૦૨૪ દરમ્યાન પણ તેઓ આ સમિતિના અધ્યક્ષ હતા.
ગૃહપ્રધાને બધા સભ્યોનો આભાર વ્યકત કરતા કહ્યુ કે અન્ય ભાષાઓ સાથે સ્પર્ધા વગર આપણે હિન્દીની સ્વીકાર્યતા વધારવાની છે. તેમણે કહ્યુ કે આઝાદીના ૭૫ વર્ષો પછી એ બહુ જરૂરી છે કે દેશનું શાસન દેશની ભાષામાં ચાલે અને આપણે તેના માટે ઘણા પ્રયાસો કર્યા છે.
તેમણે કહ્યુ કે કનૈયાલાલ મુનશી અને એનજી આયંગરે ઘણા બધા લોકો સાથે વિચાર વિમર્શ કરીને એ નક્કી કર્યું હતુ કે હિન્દીને રાજભાષાના રૂપમાં સ્વીકાર કરવા અને તેને સરકાર કામકાજમાં આગળ વધારવાના ક્રમમાં કોઇ પણ સ્થાનિક ભાષા સાથે હિન્દીની સ્પર્ધા ના થાય.
અમિતભાઇએ કહ્યુ કે નરેન્દ્રભાઇના વડાપ્રધાન બન્યા પછી ૧૦ વર્ષોમાં સમિતિએ સતત એ પ્રયાસ કર્યો છે કે હિન્દી બધી સ્થાનિક ભાષાઓની સહેલી બને અને તેની કોઇ ભાષા સાથે સ્પર્ધા ના થાય. તેમણે કહ્યુ કે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ સ્થાનિક ભાષા બોલનારના મનમાં હીનભાવના ના આવે અને હિન્દી સામાન્ય રૂપે સર્વ સંપતિ અને સહમિતથી કામકાજની ભાષા તરીકે સ્વીકૃત બને.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
