News of Tuesday, 10th September 2024
ઓલિમ્પિક એથ્લેટ પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દેનાર બોયફ્રેન્ડનું હવે યાતનામાં મોત
યુગાન્ડાની ઓલિમ્પિયન રેબેકા ચેપ્ટેગીના દુઃખદાયક મૃત્યુએ રમત જગતને આંચકો આપ્યો હતો તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. હવે તે બોયફ્રેન્ડ પણ મૃત્યુ પામ્યો

નવી દિલ્હી : તાજેતરમાં યુગાન્ડાની ઓલિમ્પિયન રેબેકા ચેપ્ટેગીનું દુઃખદ અવસાન થયું. તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. કેન્યામાં રવિવારે બનેલી આ ઘટનાએ રમત જગતને ચોંકાવી દીધું હતું. રેબેકાના શરીરનો લગભગ 75 ટકા ભાગ બળી ગયો હતો. યુગાન્ડાના આ રનરે પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. જ્યાં તે 44મા સ્થાને રહી હતી. હવે રેબેકાના કેસ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં રેબેકાનો એક્સ બોયફ્રેન્ડ ડિક્સન એનડીમા પણ દાઝી ગયો છે. તેમણે કેન્યાની મોઈ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ ઘટનામાં ડિક્સનને પણ ઘણી ઈજાઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેનું શરીર લગભગ 30 ટકા બળી ગયું છે. યોગાનુયોગ, રેબેકાને પણ અકસ્માત બાદ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં જીવન માટે સંઘર્ષ કરતા તેમનું મોત નીપજ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે રેબેકા અને ડિક્સન વચ્ચે ઘરની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રેબેકાએ યુગાન્ડાની બોર્ડર અને એથ્લેટિક ટ્રેનિંગ સેન્ટર પાસે કેન્યામાં આ ઘર બનાવ્યું છે. ડિક્સન રવિવારે સવારે રેબેકાના ઘરે ગયો હતો. તે સમયે રેબેકા તેની 9 અને 11 વર્ષની દીકરીઓ સાથે ચર્ચમાં જઈ રહી હતી. જ્યારે તે ચર્ચમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ડિક્સને તેના પર હુમલો કર્યો. આ પછી તેણે તરત જ પેટ્રોલ કાઢીને રેબેકા પર છાંટ્યું અને તેને આગ લગાવી દીધી.
તે સમયે ડિક્સન ખૂબ જ ગુસ્સામાં હતો. રેબેકાની પુત્રીએ પાછળથી ખુલાસો કર્યો કે જ્યારે તેણીએ તેની માતાને સળગતી જોઈ ત્યારે તે તરત જ આગ ઓલવવા દોડી ગઈ હતી, પરંતુ ડિક્સને તેને લાત મારીને ઈજા કરી હતી. મેરેથોન દોડવીર રેબેકા એક જાણીતી વ્યક્તિત્વ હતી. તેણે ઈટાલીમાં પડોવા મેરેથોન જીતી હતી. તેણીએ 2022 માં અબુ ધાબી મેરેથોનમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
