<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

શિમલામાં સંજૌલી મસ્જિદને લઈને ભારે વિવાદ:પોલીસે મસ્જિદ તરફ કૂચ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો

પોલીસના લાઠીચાર્જથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો:પોલીસ સાથે ઘર્ષણ:એક પોલીસકર્મી ઘાયલ : ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સમાજનો દાવો છે કે, મસ્જિદનું ગેરકાયદે બાંધકામ થયું છે અને તેને તોડી પાડવું જોઈએ. આ માંગને લઈને આજે બુધવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો મસ્જિદ સુધી ના પહોંચે તે માટે, પોલીસે માર્ગમાં બેરિકેડ લગાવ્યા હતી, જેને લોકોએ તોડી નાખ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આનાથી લોકોમાં વઘુ રોષ ફેલાયો હતો. લોકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.

સંજૌલી મસ્જિદને લઈને પોતાનો વિરોધ નોંધાવવા લોકોએ સંજૌલી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. લોકોએ શિમલાના ધલ્લી ટનલ પાસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. હિંદુ સંગઠનોના આહ્વાન પર એકઠા થયેલા દેખાવકારોએ મસ્જિદ પાસેનો બીજો બેરિકેડ પણ તોડી નાખ્યો હતો. આ પછી પોલીસે તેમને વિખેરી નાખવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

(9:46 PM IST)