<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

પીએમ મોદી પહોંચ્યા ચીફ જસ્ટિઝ ચંદ્રચુડના નિવાસસ્થાને : ગણેશ પૂજા સમારોહમાં લીધો ભાગ : જુઓ વિડિઓ

પીએમ મોદીનું સીજેઆઈ અને તેમની પત્નીએ સ્વાગત કર્યું :પીએમ મોદીએ મરાઠી સ્ટાઈલમાં સફેદ ટોપી પહેરી હતી

નવી દિલ્હી. વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડના નિવાસ સ્થાને ગણેશ પૂજન સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદી જ્યારે ચીફ જસ્ટિસ ચંદ્રચુડના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત સીજેઆઈ અને તેમની પત્નીએ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મરાઠી સ્ટાઈલમાં સફેદ ટોપી પહેરી હતી. આ પછી પીએમ મોદીએ CJI અને તેમની પત્ની સાથે ભગવાન ગણેશની પૂજા કરી હતી.

  જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે જસ્ટિસ ચંદ્રચુડના ઘરે આયોજિત પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત મરાઠી ટોપી પહેરીને જોવા મળી રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ઘણા રાજ્યોમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. તે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ડીવાય ચંદ્રચુડનો જન્મ મુંબઈમાં થયો હતો. અભ્યાસ બાદ તેણે મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે બોમ્બે હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી. ચંદ્રચુડ મુંબઈ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

(12:42 AM IST)